સૌરાષ્ટ્ર,
સમગ્ર સૌરાષ્ટ્ર પંથકને હચમચાવી નાખનાર રાજકોટમાં ધડ વગરનું બાળકનું માથું મળી આવનાર કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. જેમાં ડીએનએ રિપોર્ટમાં કપાયેલું માથું બાળકનું હોવાનું સ્પષ્ટ થયુ છે.
પોલીસ તંત્ર દ્વારા તે અઠવાડિયા દરમિયાન ગુમ થયેલા બાળકોની ડિટેઈલ મેળવી મૃતક બાળક કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
જેમાં પોલીસ તંત્ર દ્વારા મૃતક બાળક કુબલિયાપરાનો લાપતા તરૂણ હોવાની પોલીસને દ્રઢ વ્યક્ત કરવામાં આવી છે. તેના કારણે કુબલિયાપરા માંથી જે બાળક ગુમ થયેલ છે તેના ભાઈ બહેનના ડીએનએ તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યા છે.
શું છે મામલો
રૂખડિયાપરા નદીના પટમાંથી મંગળવારે સવારે માથું મળી આવ્યા બાદ પોલીસ ધંધે લાગી હતી. મૃતક બાળક છે કે બાળકી તે સ્પષ્ટ કરવા પોલીસે કવાયત શરૂ કરી હતી અને દાંત કાઢી તેને ડીએનએ માટે મોકલાયા હતા. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, માથું બાળકનું હોવાનો ડીએનએ રિપોર્ટ આવ્યો છે. બાળકનુંં માથું હોવાનું સ્પષ્ટ થતાં હવે પોલીસને તપાસની દિશા મળી છે અને શહેરમાંથી લાપતા થયેલા બાળકનો પર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે.
માથું બાળકનું હોવાના ડીએનએ રિપોર્ટ બાદ પોલીસની શંકા દ્રઢ બની હતી
કુબલિયાપરામાં વિસ્તારમાં રહેતો અજય ઉર્ફે સમોસો મનસુખભાઇ રાઠોડ (ઉ.વ.13) પંદરેક દિવસ પૂર્વે ચા-ખાંડ લેવા ગયા બાદ લાપતા થઇ ગયો હતો, જેની આજ દિવસ સુધી ભાળ મળી નથી. માથું મળ્યા બાદ ક્રાઇમ બ્રાંચની એક ટીમે લાપતા બાળકો પર તપાસ શરૂ કરી હતી અને પોલીસને અજયની વિગતો હાથ લાગી હતી.
વઢાયેલું માથું અજયનું હોવાની પોલીસને શરૂઆતથી જ શંકા છે, પરંતુ માથું બાળકનું છે કે બાળકીનું તે સ્પષ્ટ નહોતું તેથી પોલીસ મૂંઝવણમાં મુકાઇ હતી, પરંતુ માથું બાળકનું હોવાના ડીએનએ રિપોર્ટ બાદ પોલીસની શંકા દ્રઢ બની હતી અને માથું અજયનું છે કે નહી તે સ્પષ્ટ કરવા લાપતા અજયના ભાઇના લોહીના સેમ્પલ લઇ તેને ડીએનએ માટે મોકલી દેવાયા છે. ડીએનએ રિપોર્ટ બાદ ચિત્ર વધુ સ્પષ્ટ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
લાપતા થયેલા અજયના પરિવારજનોએ માથું ઓળખવાનો ઇનકાર કર્યો’
નદીના પટમાંથી બાળકનું માથું મળ્યા બાદ પોલીસે લાપતા બાળકોની વિગતો મેળવવાનું શરૂ કર્યું હતું. પોલીસે કુબલિયાપરાના લાપતા અજયની વિગતો મેળવ્યા બાદ અજયના પરિવારજનોનો પોલીસે સંપર્ક કર્યો હતો અને નદીમાંથી મળેલું માથું તેમને બતાવ્યું હતું, જોકે અજયના પરિવારજનોએ માથું અજયનું હોવાનો ઇનકાર કર્યો હતો. અજયના પરિવારજનોએ માથાના ઓળખવાનો ઇનકાર કર્યો છે ત્યારે પોલીસે અજયના ભાઇનું ડીએનએ કરાવ્યું છે ત્યારે જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો પોલીસ માટે તપાસની દિશા સ્પષ્ટ થઇ જશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
