સામાન્ય રીતે સમાજ માં એવું કહેવામાં આઅવે છે કે શિક્ષણ સમજણ લાવે છે. પરંતુ આ આંકડા કઈ અલગ જ કહી રહ્યા છે. આજ ના શિક્ષિત સમાજમાં જ ગુન્હા ખોરીનું પ્રમાણ વધી રહ્યું છે.
ગુનાખોરી કહો કે અસામાજિક પ્રવૃત્તિ કરનારાઓને તેમના સામાજિક બેકગ્રાઉન્ડ અને શિક્ષણ સાથે સીધી રીતે જોડીને જોવામાં આવે છે. અભણ માણસ ગુનાખોરીમાં વધુ પ્રવૃત્ત હોય એવી સામાન્ય સમજણને ધક્કો પહોંચાડતાં આંકડાઓ નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો (એનસીઆરબી) જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2017 દરમિયાન જેલોની સ્થિતિ અંગે કરાયેલા સર્વે અંગેનો રિપોર્ટ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યો છે. જેના આંકડાઓ સુજ્ઞ અને સુશિક્ષિત સમાજને ચોંકાવી દે એવા છે.
નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં અંગૂઠા છાપ કહો કે અભણ કરતાં શિક્ષિત-ભણેલા વ્યક્તિઓ ગુનાખોરીમાં સંડોવાયા, સપડાયા હોય એવા કિસ્સા વધુ છે. 31મી ડિસેમ્બર સુધીના વર્ષ 2017ના રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 1082 વ્યક્તિને કોઈને કોઈ ગુનામાં સજા થઈ છે, જેની સામે શિક્ષિત હોય તેવા 3217 વ્યક્તિને સજા થઈ છે. આ આંકડાઓનું તારણ જણાવે છે કે, ગુજરાતમાં જુદાજુદા ગુનાઓના આરોપ કોર્ટમાં સાબિત થયા હોય અને આરોપીઓને સજા ફટકારાઇ હોય એવા 25 ટકા કિસ્સામાં ગુનેગાર અભણ અને 75 ટકા ગુનેગાર શિક્ષિત હોવાનું જણાય છે.
જ્યારે દેશમાં 28 ટકા અભણ સામે 72 ટકા શિક્ષિત આરોપીને એક યા બીજા ગુનમાં સજા થઈ છે. એનસીઆરબીના આ રિપોર્ટ પ્રમાણે વર્ષ 2017 માં 4299 વ્યક્તિને સજા થઈ છે, જેમાંથી 1082 અશિક્ષિત છે. શિક્ષિત આરોપીઓની વાત કરીએ તો સૌથી વધુ ધોરણ 10થી નીચે ભણેલા 2159 આરોપીઓને સજા થઈ છે તો ધોરણ 10થી ગ્રેજ્યુએટની અંદરના 685, ગ્રેજ્યુએટ 254 તો પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા 99 આરોપીઓને સજા થઈ છે.
ટેક્નિકલ ડિગ્રી-ડિપ્લોમા ધરાવતાં 20 ને સજા થઈ છે. એનસીબીઆરના આ આંકડાઓ સમાજશાસ્ત્રીઓ, શિક્ષણવિદોને વિચારતાં કરી મૂકે એવા છે. શિક્ષિત યુવકો કેવી રીતે અને કયા સંજોગોમાં ગુનાખોરીના રવાડે ચઢે છે, એ મુદ્દો તપાસનો વિષય જરૂર બની રહ્યો છે. 30 મહિલા કેદી 32 બાળકો સાથે જેલમાં નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના રિપોર્ટમાં કહેવાયું છે કે, છ મહિલા કેદીને સજા થઈ હતી, જેઓ છ બાળકો સાથે જેલમાં છે, જ્યારે અન્ડર ટ્રાયલ 24 મહિલા સાથે 26 બાળકો જેલમાં છે.
ડિસેમ્બર 2017 સુધીમાં કુલ 30 મહિલા કેદી સાથે ૩૨ બાળકો સામેલ છે. ગુનાઓમાં મહિલાઓની સંડોવણીની સરખમાણીમાં સજાનું પ્રમાણ પુરુષો કરતાં ઓછુ જોવા મળે છે. સ્ત્રી હોવા સાથે બાળકોના ભવિષ્ય વિગેરે બાબતોને માનવીય રીતે મૂલવી સામોપક્ષ અને કાનૂન વિદો મહિલાઓ પ્રત્યે કુણુ વલણ દાખવતાં જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
