Not Set/ અયોધ્યા વિવાદ મુદ્દે સુપ્રીમમાં સુનાવણી, ઝડપી નિર્ણયની લોકોને અપેક્ષા

અયોધ્યા રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થશે. કોર્ટ આ વિવાદમાં સતત સુનાવણીની તારીખ નક્કી કરી શકે તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ, આ કેસમાં પક્ષકારોનું કહેવું છે કે, હવે સુપ્રીમ કોર્ટ પાસે જ આશા છે કે, આ કેસને વધારે ટાળવામાં ન આવે અને તેનો જલદી નિર્ણય આવે. આ […]

India
report 3585 2017 03 22 અયોધ્યા વિવાદ મુદ્દે સુપ્રીમમાં સુનાવણી, ઝડપી નિર્ણયની લોકોને અપેક્ષા

અયોધ્યા રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થશે. કોર્ટ આ વિવાદમાં સતત સુનાવણીની તારીખ નક્કી કરી શકે તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ, આ કેસમાં પક્ષકારોનું કહેવું છે કે, હવે સુપ્રીમ કોર્ટ પાસે જ આશા છે કે, આ કેસને વધારે ટાળવામાં ન આવે અને તેનો જલદી નિર્ણય આવે.

આ મામલાથી જોડાયેલી 9000 પાનાંઓનો દસ્તાવેજ અને 90,000 પાનાંમા નોંધાયેલા જુબાનીઓ પાલી, ફારસી,સંસ્કૃત, અરબી જેવી અલગ અલગ ભાષાઓમાં છે, જેમાં સુન્ની વક્ફ બોર્ડે કોર્ટે આ બધા દસ્તાવેજોનું અનુવાદ કરવાની વાત કહી હતી.

આ પહેલાં 8 ફેબ્રુઆરીએ આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે વાલ્મીકિ રામાયણ, રામચરિતમાનસ અને ગીતા સહિત 20 ધાર્મિક પુસ્તકોનું તથ્યની ચકાસણી માટે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન ન થયુ હોવાના કારણે સુનાવણી ટાળવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન અરજી કરનારના વકીલે કહ્યું હતું કે, અયોધ્યા વિવાદ લોકોની લાગણી સાથે જોડાયેલો મુદ્દો છે. ત્યારે ચીફ જસ્ટીસે કહ્યું હતું કે, મને આવી દલીલો પસંદ નથી, આ માત્ર જમીન વિવાદ છે.

ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની નેતૃત્વ હેઠળ ત્રણ જજોની બેંચ સુનાવણીની દિશા નક્કી કરશે, મહત્વની વાત એ છેકે આ વિવાદ લગભગ 68 વર્ષોથી કોર્ટમાં છે.