Not Set/ લોકોના ત્રાસથી કંટાળી જઇ એજન્ટે કર્યો આપઘાત

સુરત, સુરતમાં એક કંપનીના એજન્ટે આપઘાત કરીને જીવન ટુંકાવ્યું છે. આ એજન્ટે રોકાણકારોના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ મૈત્રી, અર્થવ ફોર યુ જેવી વિવિધ કંપનીઓમાં સ્કીમ ચાલતી હતી. નવાગામના ડિંડોલી ખાતે સુધાકર ઇન્દુકર પરિવાર સાથે રહે છે અને પુણા ગામ વિસ્તારમાં આવેલી અર્થવ ફોર યુ નામની ફાયનાન્સ કંપનીમાં એજન્ટ […]

Top Stories
1genes11 લોકોના ત્રાસથી કંટાળી જઇ એજન્ટે કર્યો આપઘાત

સુરત,

સુરતમાં એક કંપનીના એજન્ટે આપઘાત કરીને જીવન ટુંકાવ્યું છે. આ એજન્ટે રોકાણકારોના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ મૈત્રી, અર્થવ ફોર યુ જેવી વિવિધ કંપનીઓમાં સ્કીમ ચાલતી હતી.

નવાગામના ડિંડોલી ખાતે સુધાકર ઇન્દુકર પરિવાર સાથે રહે છે અને પુણા ગામ વિસ્તારમાં આવેલી અર્થવ ફોર યુ નામની ફાયનાન્સ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતા હતા.

સ્ક્રીમ એવી હતી કે, ઓછા રોકાણે વધુ રૂપિયા મળે. બાદમાં સ્કીમ અંગની જાણકારી એજન્ટે સ્થાનિકોને આપી હતી. જેથી સ્થાનિકો આ કંપનીમાં પૈસાનુ રોકાણ કર્યુ હતું. જો કે સમય જતા કંપનીએ હાથ ઉંચા કરી નાખ્યા હતા અને પૈસા આપવાનુ નકાર્યું હતુ.

જેથી સ્થાનિકોએ એજન્ટ પાસેથી ઉઘરાણી તેમજ ટોચરિંગ શરૂ કર્યું હતું. જેને લઇને એજન્ટ સુધાકર ત્રાસી ગયા હતા અને આખરે કંટાળીને આપઘાત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજયમાં દિવસેને દિવસે સ્કીમના નામે ઘણી-બધી કંપનીઓ બિલાડીના ટોપની જેમ ફૂંટી નિકળી છે. ત્યારે આવી ડી-કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.