Not Set/ સતત 11માં દિવસે પેટ્રોલના ભાવમાં વધારો, મુંબઈમાં પેટ્રોલ 85 રૂપિયાની પાર

બુધવારે પેટ્રોલ-ડીઝલના વધતા જ જતા ભાવની ચિંતા કરતા સરકારે કેબિનેટ બેઠક બોલાવી હતી, આ બેઠકમાં પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવોની અંગે કોઈ સકારાત્મક નિર્ણયની આશા રાખવામાં આવી હતી, પરંતુ એવો કોઈ પણ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. કેબીનેટ બેઠકમાં જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી […]

Top Stories Trending
Petrol Diesel સતત 11માં દિવસે પેટ્રોલના ભાવમાં વધારો, મુંબઈમાં પેટ્રોલ 85 રૂપિયાની પાર

બુધવારે પેટ્રોલ-ડીઝલના વધતા જ જતા ભાવની ચિંતા કરતા સરકારે કેબિનેટ બેઠક બોલાવી હતી, આ બેઠકમાં પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવોની અંગે કોઈ સકારાત્મક નિર્ણયની આશા રાખવામાં આવી હતી, પરંતુ એવો કોઈ પણ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. કેબીનેટ બેઠકમાં જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. ગુરુવારે મોટાભાગના શહેરોમાં પેટ્રોલમાં 80નો આંકડો પાર કરી દીધો છે.

ગુરુવારના રોજ પેટ્રોલની કિમત 30 પૈસા અને ડીઝલની 19 પૈસા વધી છે. સૌથી મોંઘુ મુંબઈના પરભણીમાં 87 રૂપિયા 27 પૈસા વેચાઈ રહ્યું છે અને ડીઝલ 73.92 રૂપિયા વેચાઈ રહ્યું છે.

ગુરુવારના પેટ્રોલના ભાવ (પ્રતિલીટર)

મુંબઈ – 85.29 રૂપિયા.

દિલ્લી – 77.47 રૂપિયા.

કોલકત્તા- 80.12 રૂપિયા.

ચેન્નઈ  – 80.42 રૂપિયા.

ડીઝલના ભાવ (પ્રતિલીટર)

મુંબઈ –  72.96 રૂપિયા.

દિલ્લી – 68 રૂપિયા.

કોલકતા – 71.08 રૂપિયા.

ચેન્નઈ – 72.35 રૂપિયા.

છેલ્લા 10 દિવસથી પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવ વધતો જ જાય છે. ગુરવારે 11માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો છે.