Not Set/ “હું દીકરીના આરોપીઓને ફાંસીના ફંદા પર જોવા માંગું છું” : SCના ચુકાદા બાદ નિર્ભયાની માતા

દિલ્હી, દેશમાં બહુચર્ચિત એવા રાજધાની દિલ્હીના નિર્ભયા ગેંગરેપ કેસમાં સુપ્રિમ કોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો છે. દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં થયેલા ગેંગરેપ કેસના મુખ્ય આરોપીઓ ત્રણ મુકેશ, પવન ગુપ્તા અને વિનય શર્માને આપવામાં આવેલી ફાંસની સજા પર સુપ્રિમ કોર્ટે યથાવત રાખી છે. જો કે સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદા બાદ નિર્ભયાના માતા આશા દેવીએ ખુશી વ્યક્ત કરતા આ કહ્યું હતું કે, […]

Top Stories India Trending
nirbhaya mom "હું દીકરીના આરોપીઓને ફાંસીના ફંદા પર જોવા માંગું છું" : SCના ચુકાદા બાદ નિર્ભયાની માતા

દિલ્હી,

દેશમાં બહુચર્ચિત એવા રાજધાની દિલ્હીના નિર્ભયા ગેંગરેપ કેસમાં સુપ્રિમ કોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો છે. દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં થયેલા ગેંગરેપ કેસના મુખ્ય આરોપીઓ ત્રણ મુકેશ, પવન ગુપ્તા અને વિનય શર્માને આપવામાં આવેલી ફાંસની સજા પર સુપ્રિમ કોર્ટે યથાવત રાખી છે.

જો કે સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદા બાદ નિર્ભયાના માતા આશા દેવીએ ખુશી વ્યક્ત કરતા આ કહ્યું હતું કે, ” હું દીકરીના આરોપીઓને ફાંસીના ફંદા પર જોવા માંગું છું”.

નીર્ભયાની માતાએ કોર્ટના આદેશ અંગે કહ્યું, “સુપ્રીમ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેઓને ન્યાય મળ્યો છે. આ ઘટનાને ૬ વર્ષ થઈ ચુક્યા છે, ત્યારબાદ પણ આ પ્રકારની ઘટનાઓ થઈ રહી છે. અમારી સિસ્ટમમાં લોકોને ફેલ કરી દીધા છે”.

તેઓએ વધુમાં જણાવ્યું, “મારી દીકરી સાથે જે બર્બરતા થઈ હતી જેણે લઇ પૂરો દેશ હચમચી ઉઠ્યો હતો. આ આરોપીઓ સાથે કોઈ દયાની લાગણી દાખવવી જોઈએ. અમારો પૂરો પરિવાર અને નિર્ભયા માટે સંઘર્ષ કરવાવાળા લોકો તરફથી સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કરીએ છીએ. હું બસ મારી દિકરીના આરોપીઓને ફાંસી થતા જોવા માંગું છું”.

દેશની સર્વોચ્ચ અદાલતના નિર્ણય પર સંતોષ વ્યક્ત કરતા નિર્ભયાના પિતા કહ્યું, “૬ વર્ષથી અમને આ દિવસની રાહ જોતા હતા કે અમારી દિકરીના દોષિતોને ફાંસીના ફંડા પર લટકાવવામાં આવશે”.

તેઓએ એ પણ જણાવ્યું કે, “અમે શરૂઆતથી જ જાણતા હતા કે રિવ્યુ પીટીશન ફગાવવામાં આવશે, પરંતુ હવે આગળ શું ? ઘણો સમય વીતી ગયો છે, પરંતુ મહિલાઓની સુરક્ષા પર ખતરો હજી ચાલુ જ છે. આજે અથવા તો કાલે ફાંસી થવાની જ છે, યોગ્ય છે કે તેઓને ફાંસીની સજા જલ્દીથી જલ્દી થાય”.

મહત્વનું છે કે, નિર્ભયાની સાથે દક્ષિણી દિલ્હીમાં ચાલતી બસમાં ૬ લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો અને ગંભીર ઈજા પહોંચાડ્યા બાદ રસ્તા પર ફેંકી દીધી હતી. સિંગાપુરના માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં ૨૯ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ સારવાર દરમ્યાન નિર્ભયાનું મોત થયું હતું.

નિર્ભયા પર રેપ કરનાર આરોપીઓમાંથી એક રામ સિંહે તિહાડ જેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. આરોપીઓમાં એક સગીરનો પણ સમાવશે થાય છે, તેણે કિશોર ન્યાયબોર્ડે દોષિત ઠેરવી ત્રણ વર્ષ માટે સુધાર ગૃહમાં રાખ્યા બાદ છોડી મૂક્યો હતો.