Not Set/ લોકસભા/ અધિર રંજન ઇન એટેક મોડ – “PoK પાછું લેવા મામલે કર્યુ આક્રમણ, સત્તાધારી નેતાઓ જોવામાં આવ્યા ધ્વસ્ત મુદ્રામાં”

લોકસભામનાં નેતા વિપક્ષ, કોંગ્રેસનાં નેતા અધિર રંજન ચૌધરી આજે લોકસભામાં આક્રામક મુડમાં જોવામાં આવ્યા હતા. અધિર રંજન ચૌધરીએ આર્મી ચીફે કરેલી રાજકીય ટીપ્પણી મામલે સરકારને બરોબરની સાણસામાં લેતા વેધક પ્રશ્નો કરવામાં આવ્યા હતા. અધિર રંજનનાં એટેકથી વિદેશમંત્રી સહિતનાં સંસદ ગૃહમાં મોજુદ તમામ સત્તાધારી પક્ષના નેતામાં જાણે સોંપો પડી ગયો હતો. આપને જણાવી દઇએ કે, આર્મી […]

Top Stories India
arc લોકસભા/ અધિર રંજન ઇન એટેક મોડ - "PoK પાછું લેવા મામલે કર્યુ આક્રમણ, સત્તાધારી નેતાઓ જોવામાં આવ્યા ધ્વસ્ત મુદ્રામાં"

લોકસભામનાં નેતા વિપક્ષ, કોંગ્રેસનાં નેતા અધિર રંજન ચૌધરી આજે લોકસભામાં આક્રામક મુડમાં જોવામાં આવ્યા હતા. અધિર રંજન ચૌધરીએ આર્મી ચીફે કરેલી રાજકીય ટીપ્પણી મામલે સરકારને બરોબરની સાણસામાં લેતા વેધક પ્રશ્નો કરવામાં આવ્યા હતા. અધિર રંજનનાં એટેકથી વિદેશમંત્રી સહિતનાં સંસદ ગૃહમાં મોજુદ તમામ સત્તાધારી પક્ષના નેતામાં જાણે સોંપો પડી ગયો હતો. આપને જણાવી દઇએ કે, આર્મી ચીફે કહ્યું કે, “જો સંસદ અમને મંજૂરી આપે તો અમે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) ને ભારતના કબજામાં લવા તૈયાર છીએ. સરકારે આર્મીને આમ કરવા કહેતો એક ઠરાવ સંસદમાં લાવવો જોઈએ કે, અમે ઇચ્છીએ છીએ કે તેઓ(આર્મી) પીઓકે પાછું લાવે.”

આર્મી ચીફનાં વિધાનને ટાંકી અધિર રંજન ચૌધરીએ સરકાર પર એટક કરતા કહ્યું કે, જો આપણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (પીઓકે) કાંઈ પણ કરવા માંગતા હોય, તો આપણે ચીન સાથે પણ ટકરાવું પડશે, શું તમે પાકિસ્તાન અને ચીન બંને સામનો કરવા તૈયાર છો? જો તમે છો, તો તમે પીઓકેને પાછા આપણા કબજામાં કેમ નથી લેતા ?

ઉલ્લેખનીય છે કે PoK મામલે ચીન પણ આડકતરી રીતે જોડાયેલુંં છે સિલ્ક રુટ ચીનનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને પાકિસ્તાન દ્વારા PoKનો અમુક હિસ્સે સિલ્ક રુટ પ્રોજેક્ટ માટે ચીનને ફાળવી દેવામાં આવ્યો છે. તો સાથે સાથે ચીન ભારત વિરુદ્ધનાં દરેક મામલામાં પાકિસ્તાનનો સાથ આપતુ આવ્યું છે અને પોતાની નિષ્ઠા અને મિત્રતા અનેક વખતે વિશ્વમંચ સામે પણ બતાવી ચૂક્યું છે. ત્યારે PoKમાં કોઇ પણ લશ્કરી પગલા લાવાથી પાકિસ્તાનની સાથે સાથે ચીનની પણ નારાજગી વહોરવાનો વારો આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.