Not Set/ બજેટ અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારામન પુર્વ પીએમ મનમોહન સિંહ સાથે સુચક મુલાકાત કરી

દિલ્હી, કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમન પૂર્વ પીએમ અને અર્થશાસ્ત્રી ડો.મનમોહનસિંહને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.આગામી 5 જુલાઇએ નિર્મલા સીતારામન સસંદમાં બજેટ રજુ કરશે એ પહેલાં તે મનમોહન સિંહને મળતા રાજકીય વર્તુળોમાં તર્ક વિતર્ક થયા હતા.જો કે આ મુલાકાતને ભાજપના સુત્રો શુભેચ્છા મુલાકાત ગણાવે છે. આગામી 5 જુલાઇના રોજ કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરવા જઇ રહી […]

Top Stories
arj 5 બજેટ અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારામન પુર્વ પીએમ મનમોહન સિંહ સાથે સુચક મુલાકાત કરી

દિલ્હી,

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમન પૂર્વ પીએમ અને અર્થશાસ્ત્રી ડો.મનમોહનસિંહને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.આગામી 5 જુલાઇએ નિર્મલા સીતારામન સસંદમાં બજેટ રજુ કરશે એ પહેલાં તે મનમોહન સિંહને મળતા રાજકીય વર્તુળોમાં તર્ક વિતર્ક થયા હતા.જો કે આ મુલાકાતને ભાજપના સુત્રો શુભેચ્છા મુલાકાત ગણાવે છે.

આગામી 5 જુલાઇના રોજ કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરવા જઇ રહી છે  તે અગાઉ ભાજપ સરકાર દ્વારા નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે નિર્મલા સીતારામને બજેટ અંગે મનમોહન સિંહ પાસેથી માર્ગદર્શન મેળવ્યુ છે.

જો કે પહેલીવાર એવું બની રહ્યું છે કે 86 વર્ષના મનમોહન સિંહ આ વખતે સસંદના બજેટ સત્રમાં હાજર નથી રહ્યાં.મનમોહન સિંહ છેલ્લાં 30 વર્ષથી રાજ્યસભાના સભ્ય હતા અને તાજેતરમાં જ તેમનો કાર્યકાળ પુરો થયો છે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની અગાઉની સરકારે 1લી ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજુ કર્યું હતું.આ બજેટને મનમોહન સિંહે ચૂંટણી બજેટ ગણાવ્યું હતું.

અગાઉ પણ નિર્મલા સીતારમને રાજ્યોના નાણાં મંત્રીયો અને નિષ્ણાતો સાથે બેઠક કરીને બજેટ અંગે ચર્ચા કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન