cases of corona: દેશમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝાના ભય વચ્ચે ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશના ઘણા વિસ્તારોમાં કોવિડ-19ના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 109 દિવસ બાદ દેશમાં કોવિડ-19ના 5,000 સક્રિય કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, શુક્રવારે (17 માર્ચ) એક જ દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ વધીને 796 થઈ ગયા છે.
માહિતી અનુસાર 17 માર્ચ (cases of corona) સુધી દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 5,026 થઈ ગઈ છે, જ્યારે 5 લોકોના મોતને કારણે કુલ મૃત્યુઆંક વધીને 5,30,795 થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયના ડેટામાં જણાવાયું છે કે, “ગુરુવારે (16 માર્ચ) કુલ 98,727 પરીક્ષણો કરવામાં આવ્યા હતા, જ્યારે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ કોવિડ -19 રસીના 220.64 કરોડ ડોઝ અત્યાર સુધીમાં આપવામાં આવ્યા છે.”
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર (cases of corona) કર્ણાટક, હિમાચલ પ્રદેશ, પુડુચેરી અને ઉત્તર પ્રદેશ અને કેરળમાં એક-એક દર્દીનું મોત થયું છે. આ સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, રાષ્ટ્રીય કોવિડ-19 રિકવરી રેટ 98.80 ટકા છે. આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,41,57,685 થઈ ગઈ છે. રોગચાળાનો મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. કોરોનામાંથી રિકવરી રેટ 98.80 ટકા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ (cases of corona) અનુસાર, ભારતમાં ગુરુવારે (16 માર્ચ) કોરોના વાયરસના ચેપના 754 નવા કેસ નોંધાયા છે. દેશમાં સક્રિય કોરોના કેસની કુલ સંખ્યા 4,623 પર પહોંચી ગઈ છે. આ પહેલા ગયા વર્ષે 12 નવેમ્બરે એક જ દિવસમાં કોરોના સંક્રમણના 734 કેસ નોંધાયા હતા.કોવિડ-19ના કેસોમાં ઉછાળાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા 6 રાજ્યોને એલર્ટ આપવામાં આવ્યું છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ અને કેરળમાં કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસોને (cases of corona) ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા તપાસ, દેખરેખ અને નિવારણ માટેના પગલાં અંગે સૂચનાઓ જારી કરવામાં આવી છે.
