Not Set/ આધાર કાર્ડે લીધો 11 વર્ષની માસુમનો જાન,લીંક અપ નહીં થતા અનાજ ના મળ્યું,સગીરા ભુખમરાથી મરી

ઝારખંડના સિમડેગા જિલ્લામાં 11 વર્ષની છોકરી સંતોષી કુમારીનું નિધન છેલ્લા પખવાડિયામાં થયું હતું. તેણે સળંગ આઠ દિવસ સુધી અન્નનો દાણો ખાધો ન હતો. ઘણા ‘રાઈટ ટુ ફૂડ’ કાર્યકર્તાઓ એ આરોપ મૂક્યો હતો કે ‘પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ’ હેઠળ કુટુંબ ને અનાજ નહોતું અપાયું કારણકે તેમણે આધાર નંબર ને રેશન કાર્ડ સાથે જોડ્યું નહોતું. ‘રાઈટ ટુ ફૂડ’ કાર્યકર્તા ધીરજ કુમારે […]

India

ઝારખંડના સિમડેગા જિલ્લામાં 11 વર્ષની છોકરી સંતોષી કુમારીનું નિધન છેલ્લા પખવાડિયામાં થયું હતું. તેણે સળંગ આઠ દિવસ સુધી અન્નનો દાણો ખાધો ન હતો. ઘણા ‘રાઈટ ટુ ફૂડ’ કાર્યકર્તાઓ એ આરોપ મૂક્યો હતો કે ‘પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ’ હેઠળ કુટુંબ ને અનાજ નહોતું અપાયું કારણકે તેમણે આધાર નંબર ને રેશન કાર્ડ સાથે જોડ્યું નહોતું.

‘રાઈટ ટુ ફૂડ’ કાર્યકર્તા ધીરજ કુમારે જણાવ્યું હતું કે, “આ એક સામાન્ય સમસ્યા છે જે આપણે ઝારખંડમાં જોઈ રહ્યા છીએ – જ્યારે લોકો પાસે આધાર કાર્ડ હોય, ત્યારે સત્તાવાળાઓ તેને તેમના રેશનકાર્ડ્સ સાથે લિંક કરી શકતા નથી કારણ કે ઈન્ટરનેટ નેટવર્ક વારંવાર ગેરહાજર હોય છે, તેમનું સર્વર ડાઉન હોય છે, ટેક્નિકલ ઓપરેટર ગેરહાજર હોય છે અથવા પોર્ટલ મહિનામાં અમુક દિવસોમાં કામ કરતું નથી.”

(તસ્વીર પ્રતીકાત્મક છે.)