સુરત ન્યૂઝ : ડુમસ સરકારી જમીન કૌભાંડ મામલે વલસાડના કલેકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વલસાડના કલેકટર આયુષ ઓક સરકારી જમીન કૌભાંડમાં સંડોવાયેલા હોવાની શંકાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી. એવું માનવામાં આવે છે કે ડુમસ સરકારી જમીનમાં 2 હજાર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની શંકા છે. વલસાડના કલેકટર આયુષ ઓકના નિર્ણયોની ઉલટ તપાસ કરાશે. હાલમાં કાર્યવાહી કરતાં ગાંધીનગરની ટીમે તમામ ડેટા એકત્ર કર્યા છે. સરકારી જમીન કૌભાંડ સંદર્ભે છેલ્લા છ માસના નિર્ણયની ઉલટ તપાસ કરાશે. આ કૌભાંડમાં આગામી સમયમાં મોટા ખુલાસાઓ થવાની સંભાવના છે.
વલસાડના કલેકટર આયુષ ઓક પર સરકારી જમીન બિલ્ડરના નામે કર્યાનો આરોપ છે. આયુષ ઓકે કરોડો રૂપિયા લાઈ બિલ્ડરને જમીન પધરાવી દીધી હોવાની વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે. કલેકટર આયુષ ઓકના 23જૂન 2021થી 1 ફેબ્રુઆરી 2024 સુધીના કાર્યકાળમાં થયેલ તમામ ગતિવિધિઓ પર તપાસ થઈ શકે છે. આયુષ ઓક પર બિલ્ડર રાજેન્દ્ર શાહ, ધર્મેન્દ્ર શાહ, સુગમચંદ્રના નામે સરકારી જમીન પધરાવી હોવાનો આરોપ છે. સુરતમાં કલેકટર તરીકેની ફરજ દરમ્યાન કામમાં ગેરરીતિ આચરતા હોવાનું સામે આવતા હાલમાં વલસાડના કલેકટર તરીકેની ફરજ બજાવનાર આયુષ ઓકેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે.
જંત્રી વધારા વખતની પ્રીમિયમપાત્ર બિનખેતીની અરજીનો ડેટા પણ એકત્ર કરાયો. સસ્પેન્ડેડ ASI આયુષ ઓકની સુરત જિલ્લા કલેક્ટર કચેરી પર અસર જોવા મળી. એન એ બ્રાન્ચ માં ફરજ બજાવતા મામલતદાર ની સાગમટે બદલી કરાઈ. જમીન સુધારણા શાખા સાથે અલગ અલગ 85 મામલતદાર ની બદલી કરાઈ. સુરત કલેકટર સૌરભ પારધી એ શંકા ના દાયરા માં રહેલા બિનખેતી શાખામાં ટ્રાન્સફર કરાઈ. અધિકારીઓની સાગમટે બદલી થતા સન્નાટો છવાઈ ગયો હતો.
આ પણ વાંચો: પ્રવાસીઓ નહીં કરી શકે ‘સિંહ દર્શન’, જાણો શા માટે
આ પણ વાંચો: લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢનાર ચિત્રા અને ઝવેરી કંપની સામે FIR કેમ નોંધી નહીં?
આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ
આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ
