ભુજથી મુંબઈ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં છબરડો જોવા મળી રહ્યો છે. જેમાં ભુજથી મુંબઈ જતી ફ્લાઈટમાં સીટ ઓછી હોવાથી મુસાફરો અટવાયા હતા. ફ્લાઈટમાં 180 ને બદલે 155 સીટ જ હતી. સીટ ન હોવાથી 15 થી વધુ મુસાફરો ફ્લાઈટમાં ન જઈ શકતા અટવાયા હતા. મુસાફરો દ્વારા એડવાન્સ બુકિંગ કર્યું હોવા છતાં ફ્લાઈટમાં સીટ ન મળતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. એર ઈન્ડિયા દ્વારા અટવાયેલા મુસાફરોને સેવન સ્કાય હોટલમાં રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. એર ઈન્ડિયાના છબરડાના કારણે ભુજ એરપોર્ટ પર મુસાફરો અટવાતા પરેશાન દેખાયા હતા.
મુસાફરે કહ્યુ એરપોર્ટ પર સમયસર પહોંચવા છતા અમને બોર્ડિંગ ન આપ્યું
આ દરમિયાન મુસાફરે જણાવ્યું કે અમે એરપોર્ટ પર સમયસર પહોંચી ગયા હતા. પરંતું અમને અંદર બોર્ડિંગ જ આપવામાં આવ્યું ન હતું. અને થોડા સમય બાદ અમને જણાવ્યું હતું કે, ફ્લાઈટમાં સીટ ન હોવાનું જણાવ્યું હતુ.
મુસાફરોમાં રોષ જોવા મળ્યો
અન્ય એક મુસાફર દ્વારા આ બાબતે એરપોર્ટ પર હાજર રહેલ એર ઈન્ડિયાનાં કર્મચારી સાથે વાત કરતા એર ઈન્ડિયાના અધિકારીએ મુસાફરને થોડી રાહ જોવા માટે કહ્યું હતુ. પરંતુ ત્યાર બાદ કંઈ પણ નહી થશે તેમ જણાવી તેમને ઓપ્શનની વાત કરી હતી. મુસાફરના બાળકની ઈમરજન્સી એપોઈમેન્ટ હોઈ તે સમયરસ ત્યાં ન પહોંચી શકતા મુસાફર દ્વારા એરપોર્ટ પર રોષ વ્યક્ત કર્યો હતો.
_______________________________________________________________________________________
આ પણ વાંચો: રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચાર નવા ટોલ પ્લાઝા બનાવાશે
આ પણ વાંચો: રાજકોટથી બામણબોર સુધીના સિક્સ લેનમાં 5 ફ્લાય ઓવર, 2 અન્ડર પાસ અને ટોલ પ્લાઝા બનશે
આ પણ વાંચો: રાજકોટ-જેતપુર હાઇવે બે વર્ષમાં ફક્ત 20 કિ.મી.નું જ કામ, ખાડાથી પ્રજા ત્રાહિમામ
