Ahmedabad News: રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકો માટે મકાનો બનાવ્યા છે. પરંતુ તેના લાભાર્થીઓ આ મકાનો બીજા કોઈને ભાડે આપીને પૈસા કમાઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ સેલ એસ્ટેટ વિભાગે આવા 174 ગેરકાયદેસર રહેવાસીઓને નોટિસ ફટકારી છે. જ્યારે 21 મકાનો સીલ કરવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઉસિંગ અને ઇમ્પ્રૂવમેન્ટ કમિટીના ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, “અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં EWS મકાનો અંગે એક બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને મકાનો ફાળવવામાં આવ્યા છે. તેમાંથી કેટલાકે ગેરકાયદેસર રીતે મકાનો ભાડે આપ્યા હતા અથવા વેચી દીધા હોવાનું જાણવા મળ્યું હતું. આ સંદર્ભમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને એસ્ટેટ હાઉસિંગ સેલની ટીમે શહેરની વિવિધ આવાસ યોજનાઓમાં 3,940 મકાનોનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં 174 મકાનમાલિકોને નોટિસ આપવામાં આવી હતી અને સ્પષ્ટતા માંગવામાં આવી હતી. જો આ બધી નોટિસો માટે યોગ્ય સ્પષ્ટતા નહીં મળે, તો તેમને પણ સીલ કરવામાં આવશે.”
મુકેશ પટેલે ચેકિંગ વિશે જણાવ્યું હતું કે, “ચેકિંગ દરમિયાન કુલ 21 ઘરોને સીલ કરવામાં આવ્યા છે. ચેકિંગ દરમિયાન કેટલાક ઘરમાલિકો તેમના ઘરોને તાળા મારીને ચાલ્યા જાય છે. તેથી, કયા ઘરમાં કોણ રહે છે તે જાણી શકાતું નથી.” જેને લઈને હવે એક સાથે જેટલી વિંગ હોય તેટલી ટીમ બનાવી અને એક સાથે આવાસ યોજનામાં ચેકિંગ કરવા માટેની પણ સૂચના અપાઈ છે.
આ કાર્યવાહી દરમિયાન, અમદાવાદના ઉત્તર ઝોનમાં 98 લોકોને નોટિસ આપવામાં આવી છે, જેમાંથી 4 ઘરો સીલ કરવામાં આવ્યા છે. દક્ષિણ ઝોનમાં 550 લોકોને નોટિસ આપવામાં આવી છે અને ત્યાં પાંચ ઘરો સીલ કરવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનમાં 9 ઘરોને નોટિસ આપવામાં આવી છે અને 7 ઘરો સીલ કરવામાં આવ્યા છે. દક્ષિણ ઝોનમાં 36 ઘરોને નોટિસ આપવામાં આવી છે અને 3 ઘરો સીલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, શહેરના મોટાભાગના વિસ્તારોમાં આવેલી આવી વસાહતોમાં 7 વર્ષ સુધી મકાન ભાડે આપી ન શકાય, અન્યને નામે તબદીલ ન થઈ શકે એવી શરતો અને નિયમો નેવે મૂકાયા છે અને મોટાભાગના મકાનો ભાડે અપાયા છે અને અન્યોને નામે ટ્રાન્સફર પણ થઈ ગયા છે. મકાનો ભાડે આપવાને વેચાણમાં કેટલાક રીયલ એસ્ટેટના બ્રોકરો પણ તામિલ છે ત્યારે આવા બ્રોકરો અંગે પણ તપાસ કરી અને જો ગેરકાયદેસર રીતે લોકોના મકાનો ભાડે આપવામાં આવતા હોય તો તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી શકે છે.
આ પણ વાંચો:પ્રધાનમંત્રી આવાસ યોજનાના નકલી ફોર્મના નામે છેતરપિંડીનું કૌભાંડ, છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો
આ પણ વાંચો:પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમોમાં મકાનની લાલચ આપી 250 લોકો સાથે ઠગાઈ : આરોપી ઝડપાયો
આ પણ વાંચો:પ્રધાનમંત્રી આવાસ યોજનામાં યોગ્યતા હોવા લાભ ન મળ્યો? ગભરાયા વિના કરી લો આ એક કામ
