Narmada News:રાજપીપળા નજીકના રાણીપુરા ગામ પાસે બનેલી સામૂહિક બળાત્કારની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. આ ઘટના બાદ યુવતીની ફરિયાદના આધારે રાજપીપળા પોલીસે રાણીપુરા ગામ નજીક ધોળીવાવ ગામના બે લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળેલી ઘટનાની વિગતો મુજબ, 9 જુલાઈના રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ એક યુવતી રાણીપુરા બસ સ્ટેન્ડથી વિરુદ્ધ દિશામાં ધોળીવાવ તરફ જઈ રહી હતી.
આ દરમિયાન, ધોળીવાવના રહેવાસી પ્રફુલ લાલા વસાવા અને સુમિત સુરેશ વસાવાએ મોટરસાયકલ રોકી, યુવતીનું ગળું દબાવી દીધું અને તેને મોટરસાયકલની વચ્ચે બેસાડી દીધી અને રાણીપુરા બસ સ્ટેન્ડ અને રાણીપુરા ગામ વચ્ચેના નહેર પાસે લઈ ગયા. જ્યાં બંને યુવાનોએ પહેલા યુવતીને માર માર્યો અને પછી બંનેએ તેની મરજી વિરુદ્ધ વારાફરતી બળાત્કાર ગુજાર્યો. યુવતીએ આ અંગે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને રાજપીપળા પોલીસે પ્રફુલ લાલા વસાવા અને સુમિત સુરેશ વસાવા સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:રાજપીપળા કોર્ટમાં પોલીસે તાળાબંધી કરી વકીલોને કોર્ટમાં જવા ન દેતા મામલો ગરમાયો
આ પણ વાંચો:રાજપીપળા જેલમાં આજીવન કારવાસાના કેદીને સારી વર્તણૂક બદલ મુક્ત કરાયા, પરિવાર સાથે થશે મિલન
આ પણ વાંચો:રાજપીપળાના લગ્નપ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના
