આજના સમયમાં ઘણા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે જેમાં પતિ કે પત્નીના એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય છે. જીવનસાથી હોવા છતા પણ કોઇ બીજા સાથે અફેર શરૂ કરે છે. જેના કારણે અનેક લગ્ન તૂટવાની સ્થિતિમાં પણ આવી જતા હોય છે અથવા તો છોટાછેડા પણ થઇ જતા હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા અનોખા છોટાછેડાના કિસ્સા વિશે જણાવીશું જેને જાણીને તમને પણ આઘાત લાગ છે. તો ચાલો જાણીએ
ટ્રાન્સજેન્ડર બનવા માટે, પત્ની અને 3 વર્ષના પુત્રને છોડવા માગે છે
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો એક એવો અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યા પુરુષ ટ્રાન્સજેન્ડર બનવા માટે પત્નીને છૂટાછેડા આપવા માગે છે. ટ્રાન્સજેન્ડર બનવા માટે, તે તેની પત્ની અને 3 વર્ષના પુત્ર સાથેના સંબંધો તોડી નાખવા માંગે છે. છૂટાછેડાનો કેસ દાખલ કરનાર વ્યક્તિ રાજસ્થાનના ટોંક જિલ્લાનો રહેવાસી છે અને તે સમલૈંગિક છે. વર્ષ 2019 માં, તેમણે ગ્વાલિયરની એક છોકરી સાથે લગ્ન કર્યા. પતિ ગે છે અને ટ્રાન્સજેન્ડર બનવા માંગે છે તે જાણ્યા પછી પત્ની છૂટાછેડા માટે સંમત થઈ ગઈ છે. છૂટાછેડાના બદલામાં, પુરુષ તેની પત્નીને 3 લાખ રૂપિયા અને ઘરેણાં પરત કરશે. છૂટાછેડા પૂર્ણ થયા પછી, વ્યક્તિ લિંગ પરિવર્તન કરાવશે અને સ્ત્રી બનશે. હવે આ કેસની ચર્ચા આખી કોર્ટ અને આખા શહેરમાં થઈ રહી છે.
_______________________________________________________________________________________
આ પણ વાંચો: રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચાર નવા ટોલ પ્લાઝા બનાવાશે
આ પણ વાંચો: રાજકોટથી બામણબોર સુધીના સિક્સ લેનમાં 5 ફ્લાય ઓવર, 2 અન્ડર પાસ અને ટોલ પ્લાઝા બનશે
આ પણ વાંચો: રાજકોટ-જેતપુર હાઇવે બે વર્ષમાં ફક્ત 20 કિ.મી.નું જ કામ, ખાડાથી પ્રજા ત્રાહિમામ
