ગુજરાત/ રાજકોટથી બામણબોર સુધીના સિક્સ લેનમાં 5 ફ્લાય ઓવર, 2 અન્ડર પાસ અને ટોલ પ્લાઝા બનશે

ઉલ્લેખનીય છે કે આ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાનો મુદ્દો થોડા સમય પૂર્વે જ ઉઠ્યો હતો. આ કામગીરી અગાઉ ડીસેમ્બરમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો

Gujarat Rajkot

ગુજરાત આમતો ધીમે ધીમે વિક્સતું જોવા મળી રહ્યું છે.  ગુજરાતએમએ એએનઇકે જગ્યાએ  બ્રિજો, સિક્સ લેન રસ્તાઓ બનતા જોવા મળી રહયા છે. ત્યારે  હાલમાંરાજકોટ- અમદાવાદ સિક્સ લેન હાઇવેની કામગીરી હાલ ચાલી રહી છે. જેમાં રાજકોટથી બામણબોર સુધીના હાઈવેમાં 5 ફ્લાય ઓવર અને 2 અન્ડર પાસ તથા એક ટોલ પ્લાઝા બનાવવામાં આવી  રહયા છે.આ કામગીરીને વેગ આપવા માટે તંત્ર દ્વારા મથામણ ચાલી રહી છે.

રાજકોટ- અમદાવાદ હાઇવેને રૂ. 3488 કરોડના ખર્ચે સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. આ કામ ઘણા લાંબા સમયથી ધીમી ગતિએ ચાલી રહ્યું હોય તંત્રએ કામને વેગ અપાવવા મથામણ શરૂ કરી છે. અગાઉ કોરોનાકાળને લીધે આ કામમાં બ્રેક લાગી હતી. તદ્દઉપરાંત એજન્સીની કામગીરી પણ ગોકળગતિએ ચાલતી હોય અધિકારીઓ દ્વારા ભૂતકાળમાં સરકારને રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આ કામગીરીને ફરી ઝડપી બનાવવા તંત્રએ કવાયત હાથ ધરી છે.

આ પણ  વાંચો:National / CDS બિપિન રાવતના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સનો અકસ્માત, અનેક પોલીસકર્મીઓ ઘાયલ

રાજકોટ શહેરથી બામણબોર સુધીના 28. 7 કિમીના સિક્સ લેન રોડના કામગીરી જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુના નિરીક્ષણ હેઠળ થઈ રહી છે. આ માટે ગઈકાલે મંત્રી પૂર્વેશ મોદીએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ હાથ ધરી હતી.રાજકોટ શહેરથી બામણબોર સુધીના 28.7 કિમિના સિક્સ લેન હાઇવેમાં 5 ઓવર બ્રિજ અને 2 અન્ડર પાસ પણ બનાવવામાં આવશે. આ સાથે એક ટોલ પલઝાનું પણ નિર્માણ કરવામાં આવશે. આ કામ ઝડપથી પૂર્ણ થાય તેવા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાનો મુદ્દો થોડા સમય પૂર્વે જ ઉઠ્યો હતો. આ કામગીરી અગાઉ ડીસેમ્બરમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો પણ કામમાં વિલંબ થતા હવે કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક મે 2022 સુધીનો રાખવામાં આવ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :શિવસેનાના / સંજ્ય રાઉતે PM મોદી પાસે માંગ્યો જવાબ, હેલિકોપ્ટર દુર્ઘટના મામલે લોકોના મનમાં શંકા છે!