Rajkot News/ રાજકોટમાં ડિમોલિશનના પાણીના બિલ પર કોંગ્રેસના ભ્રષ્ટાચારના આક્ષેપ

કોંગ્રેસના શહેર પ્રમુખ રાજદીપસિંહે (Rajdeep Singh)જણાવ્યું હતું કે ડિમોલિશન (Demolition)દરમિયાન પાણીના નામે લાખો રૂપિયાનું બિલ રજૂ કરવામાં આવ્યું છે

Top Stories Gujarat Rajkot
રાજકોટ (Rajkot) મહાનગરપાલિકાના ડિમોલિશન (Demolition)અભિયાન દરમિયાન મિનરલ વોટર માટે થયેલા ₹12.40 લાખના ખર્ચને લઈને વિવાદ સર્જાયો છે

Rajkot News : રાજકોટ (Rajkot) મહાનગરપાલિકાના ડિમોલિશન (Demolition)અભિયાન દરમિયાન મિનરલ વોટર માટે થયેલા ₹12.40 લાખના ખર્ચને લઈને વિવાદ સર્જાયો છે. કોંગ્રેસે આ મામલે રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના શાસન પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવતા સમગ્ર ખર્ચની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી છે.

કોંગ્રેસના શહેર પ્રમુખ રાજદીપસિંહે (Rajdeep Singh)જણાવ્યું હતું કે ડિમોલિશન (Demolition)દરમિયાન પાણીના નામે લાખો રૂપિયાનું બિલ રજૂ કરવામાં આવ્યું છે, જે અનેક સવાલો ઉભા કરે છે. તેમના મતે લોકો માટેની સુવિધાના નામે સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોવાની આશંકા છે.

બીજી તરફ, RMCના સાંસ્કૃતિક વિભાગના મેનેજર કે.બી. ઉનાવાએ ખર્ચને યોગ્ય ગણાવતા જણાવ્યું હતું કે ડિમોલિશન (Demolition)દરમિયાન દરરોજ અંદાજે 4,000થી 4,500 કર્મચારીઓ વિવિધ સ્થળોએ ફરજ પર હતા. દરેક કર્મચારી માટે દરરોજ 10થી 12 બોટલ પાણીની જરૂરિયાત રહેતી હોવાથી કુલ વપરાશ મુજબ બિલ તૈયાર કરવામાં આવ્યું હતું.

વિવાદનું મુખ્ય કારણ પાણીની બોટલની ખરીદીનો દર છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે બજારમાં આશરે ₹5માં ઉપલબ્ધ બોટલ RMC દ્વારા ₹8ના દરે ખરીદવામાં આવી હતી. આ માટે ઉમિયા મંડપ સર્વિસને બે વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસે દાવો કર્યો છે કે ડિસ્કાઉન્ટ મળવું જોઈએ ત્યાં વધારાની ચૂકવણી કરવામાં આવી હોવાનું જણાય છે.

વિપક્ષે વધુમાં આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટ ફાળવણી અને ચૂકવણી પ્રક્રિયામાં અધિકારીઓ તથા પદાધિકારીઓની મિલીભગત હોઈ શકે છે. આ સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવા અને હકીકતો બહાર લાવવા RMC કમિશનર દ્વારા સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

પાણીના બિલને લઈને ઊભેલા આ વિવાદ બાદ રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય ઘમાસાણ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : જંગલેશ્વર ડિમોલિશનના ₹27.20 લાખના ખાણીપીણી બિલ પર સવાલ, દરખાસ્ત પેન્ડિંગ

આ પણ વાંચો : સુરત ડિમોલિશન કાંડ મુદ્દે ભાજપ ઘેરાયું, પત્રકારોના સવાલો વચ્ચે નેતાઓએ ટાળ્યા સીધા જવાબ

આ પણ વાંચો : સુરતના નાસિરનગર ડિમોલિશન વિવાદમાં નવો વળાંક, મ્યુનિસિપલ કમિશનરને દિલ્હી બોલાવાયા