Ahmedabad News: અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી LDR ઇન્ટરનેશનલ સ્કૂલ (Ahmedabad LDR International School)માં પ્રાથમિક વિભાગના એક વિદ્યાર્થી સાથે અયોગ્ય વર્તન થયાના આક્ષેપો સામે આવતા મામલો ચર્ચામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્કૂલ તંત્રે સંબંધિત કર્મચારીને સસ્પેન્ડ કરી પોલીસને જાણ કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.
Ahmedabad LDR International School: વિદ્યાર્થીની ફરિયાદ બાદ સ્કૂલ તંત્ર એક્શનમાં
પ્રાપ્ત માહિતી મુજબ, પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ઘરે જઈ પોતાના માતા-પિતાને જણાવ્યું હતું કે સ્કૂલના વોશરૂમમાં એક કર્મચારીએ તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. આ માહિતી મળતા જ પરિવારજનો તાત્કાલિક સ્કૂલ (Ahmedabad LDR International School) પહોંચ્યા અને સંચાલન સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને સ્કૂલ સંચાલકોએ આંતરિક તપાસ શરૂ કરી હતી. સાથે જ સંબંધિત કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાની જાણ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO)ને પણ કરવામાં આવી છે.
મામલો બાદમાં બોપલ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસને જાણ કર્યા બાદ સંબંધિત કર્મચારીને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાનું સ્કૂલ ટ્રસ્ટી પરેશ રાવલે જણાવ્યું છે. તેમણે કહ્યું કે સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને તમામ કાનૂની પ્રક્રિયામાં સ્કૂલ (Ahmedabad LDR International School) સંપૂર્ણ સહકાર આપી રહી છે.
સ્કૂલ ટ્રસ્ટી પરેશ રાવલના જણાવ્યા મુજબ, સંબંધિત કર્મચારી છેલ્લા ત્રણ વર્ષથી સ્કૂલ (Ahmedabad LDR International School)માં ફરજ બજાવી રહ્યા હતા અને અગાઉ તેમની સામે કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી. જોકે, આક્ષેપ સામે આવતા બાળકોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપીને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.
હાલ પોલીસ ફરિયાદ અને પ્રાથમિક તપાસના આધારે સમગ્ર ઘટનાની તપાસ ચાલુ છે. આક્ષેપોની સત્યતા તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. સ્કૂલ તંત્રે પણ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે અને તપાસમાં જે હકીકત સામે આવશે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:ખંભાતમાં 75 વર્ષીય શિક્ષક દ્વારા શાળાની બાળાઓ સાથે અડપલાં
