Ahmedabad News: અમદાવાદમાં આરોગ્ય અધિક સચિવ (Additional Health Secretary) દિનેશ પરમાર (Dinesh Parmar) અને નિવૃત્ત ડીન (Retire Dean ) ગીરીશ પરમાર (Girish Parmar) લાંચ લેતા ઝડપાયા છે. ફરિયાદીની તરફેણમાં કામગીરી કરવા ફરિયાદી તથા સાથી ડોક્ટર (Doctor) પાસે 30 લાખની લાંચ (Bribe) માગી હતી. જ્યારે લાંચની રકમ 15 લાખ સ્વીકારતા લાંચિયા અધિકારીને ACBએ સફળ છટકું ગોઠવી ઝડપી પાડ્યા હતા.

ખંડણી માંગણીની ફરિયાદ
આ આખા પ્રકરણમાં કેસની સ્થિતિ એવી છે કે આ કેસમાં ફરિયાદ કરનારા અગાઉ ભાવનગરમાં નાયબ નિયામક (Deputy Director) (આરોગ્ય અને તબીબી સેવાઓ )નો હોદ્દો ધરાવતા હતા. તે દરમિયાન તેઓએ આરોગ્ય વિભાગનાં સ્ટાફ સામે બોગસ મેડીકલ પ્રેક્ટીસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરતા ફરિયાદી સામે ખંડણીની ફરિયાદ કમિશનર આરોગ્ય વિભાગને (Health Ministry) થઇ હતી. આના પગલે ફરિયાદી તથા તેઓના સાથી ડોકટરને ફરજ મૌકુફ કરવામાં આવ્યા હતા. તેના પછી આરોગ્ય મંત્રાલય દ્વારા બન્ને ડોકટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસ અધિકારીએ આ ખાતાકીય તપાસ ઓકટોબર-2024માં પુર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી-2025માં જમા કરાવ્યો હતો.

આરોપીઓએ માંગી 30 લાખની લાંચ
આ દરમિયાન બીજા નંબરના આરોપીએ વચેટીયાએ ફરિયાદીનો સંપર્ક કરીને ફરિયાદી તથા તેમના સાથી ડોકટર બન્ને વિરુદ્ધની પ્રાથમિક તપાસનાં કામે તરફેણમાં કાર્યવાહી કરાવવા માટે મુખ્ય આરોપી સાથે મીટિંગ કરવા બોલાવ્યા હતા, જેથી ફરિયાદી અને તેમના સાથી ડોકટર મિત્ર ગાંધીનગર ખાતે જઇ બન્ને આરોપીઓને રૂબરૂમાં મળી વાતચીત કરતાં બન્ને આરોપીઓએ એકબીજાની મિલીભગતમાં કૌભાંડ થયું હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. તેમના સાથી ડોકટર એમ બન્નેના 30 લાખની લાંચની માંગણી કરી હતી. તે પૈકી રૂ. 15 લાખ એડવાન્સ અને બાકીનાં કામ થઇ ગયા પછી આપવાનો વાયદો થયો હતો.

આરોપી લાંચના નાણા સ્વીકારતા ઝડપાયા
ત્યારબાદ આરોપી નં-2 ફરિયાદીને ફોન કરી નાણાંની માંગણી કરતા હતા, પરંતુ ફરિયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હતા, જેથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. તે મુજબ ACBએ લાંચનાં છટકાનું આયોજન કર્યું હતું. આ લાંચનાં છટકા દરમિયાન આરોપી નં-2એ ફરિયાદીને પોતાના ઘરે લાંચનાં નાણાં આપવા બોલાવી પોતાની અગાઉની માંગણી અનુસાર હેતુલક્ષી વાતચીત કરી લાંચનાં નાણાં સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
આ પણ વાંચો: અમદાવાદ ફાયરબ્રિગેડનો અધિકારી લાંચ લેતા ઝડપાયો
આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમ બ્રાંચનો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો
