Bharuch news/ ભરૂચના ઝઘડિયામાં ST બસ અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: બેનાં મોત, 7 ગંભીર રીતે ઘાયલ

ખરાબ રોડના કારણે ઈકો કારનો ચાલક રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યો હતો. સામેથી આવતી ST બસ દેખાઈ ન હોવાને કારણે અથવા ચાલકની બેધ્યાનીને લીધે ઈકો કાર ફુલ સ્પીડમાં બસ સાથે અથડાઈ હતી.

Top Stories Gujarat Others Breaking News

Bharuch News: ભરૂચના ઝઘડિયા વિસ્તારમાં એક દુ:ખદ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રોંગ સાઈડમાં ચાલતી ઈકો કાર ST બસ સાથે અથડાતાં બે લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં અકસ્માતની ગંભીરતા સ્પષ્ટ દેખાઈ રહી છે.

જાણવા મળ્યું છે કે ખરાબ રોડના કારણે ઈકો કારનો ચાલક રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યો હતો. સામેથી આવતી ST બસ દેખાઈ ન હોવાને કારણે અથવા ચાલકની બેધ્યાનીને લીધે ઈકો કાર ફુલ સ્પીડમાં બસ સાથે અથડાઈ હતી. અથડામણ એટલી ભયાનક હતી કે ઈકો કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો, અને આગળ બેઠેલા બંને વ્યક્તિઓનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં.

ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલુ છે. મૃતદેહોને બહાર કાઢવા માટે સ્થાનિક લોકો અને પોલીસે ભારે મહેનત કરવી પડી, કારણ કે બંને મૃતદેહો કારમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા.

આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું કે ખરાબ રોડના કારણે આ વિસ્તારમાં અવારનવાર અકસ્માતો થતા રહે છે. રોડની ખરાબ સ્થિતિને કારણે વાહનચાલકો ખાડાઓ ટાળવા રોંગ સાઈડમાં જાય છે, જેના કારણે અકસ્માતોનું જોખમ વધે છે.

સ્થાનિકોએ રોડની તાત્કાલિક સમારકામની માંગ કરી છે. તેમનું કહેવું છે કે મુખ્યમંત્રીની જાહેરાતો છતાં રોડની મરામત માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. સ્થાનિકોએ જણાવ્યું, “અમને સારા રોડની અપેક્ષા નથી, પરંતુ ઓછામાં ઓછું સરકારે ખાડા પૂરી દેવા જોઈએ.”

આ ઘટનાએ રોડની ખરાબ સ્થિતિ અને તંત્રની ઉદાસીનતા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક રોડની મરામતની દિશામાં પગલાં ભરે જેથી ભવિષ્યમાં આવી દુ:ખદ ઘટનાઓ ટળી શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું ભારત હિટ-એન્ડ-રનનું પાટનગર બન્યું? આવા અકસ્માતો પાછળનું કારણ શું છે અને પીડિતોને ન્યાય કેમ મળતો નથી?

આ પણ વાંચો:રાજકોટમાં મહિલા કોલેજ અન્ડર બ્રિજ ખાતે 6 વાહનોનો ગંભીર અકસ્માત!

આ પણ વાંચો:છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના પીઠા ગામ પાસે ગંભીર અકસ્માત, 8 ખેત મજૂરોને ગંભીર ઇજા