gujarat highcourt/ ગોધરા ટ્રેન દુર્ઘટના ટાળી શકાઈ હોત, 9 GRPની કોર્ટે અરજી ફગાવી દીધી

અરજદારોએ તેમની ફરજો અને જવાબદારીઓ પ્રત્યે ઘોર બેદરકારી દાખવી છે. 9 અરજદારો કે જેઓ તે સમયે રેલવે પોલીસમાં કાર્યરત હતા. તેમને સાબરમતી એક્સપ્રેસમાં

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: ગોધરા (Godhra) ઘટનાના બે દાયકા પછી હાઈકોર્ટે (Gujarat High Court) સાબરમતી એક્સપ્રેસ (Sabarmati Express) ટ્રેનમાં પેટ્રોલિંગમાં બેદરકારી બદલ 9 રેલવે પોલીસ કર્મચારીઓ (GRP)ને ફરજ પરથી દૂર કરવાના નિર્ણયને માન્ય રાખ્યો છે. નિર્ણયમાં, હાઈકોર્ટના જસ્ટિસ વૈભવીબેન નાણાવટીએ પોલીસકર્મીઓની અરજી ફગાવી દેતા કહ્યું કે જો અરજદાર પોલીસકર્મીઓ સાબરમતી ટ્રેનમાં અમદાવાદ ગયા હોત તો ગોધરા ઘટના (Godhra Train Tragedy) ટાળી શકાઈ હોત.

અરજદારોએ તેમની ફરજો અને જવાબદારીઓ પ્રત્યે ઘોર બેદરકારી દાખવી છે. 9 અરજદારો કે જેઓ તે સમયે રેલવે પોલીસ (Railway Police)માં કાર્યરત હતા. તેમને સાબરમતી એક્સપ્રેસ (Sabarmati Express)માં પેટ્રોલિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ આ ટ્રેન મોડી હોવાથી, તેઓ બીજી ટ્રેન દ્વારા અમદાવાદ વહેલા પહોંચી ગયા હતા. 27 ફેબ્રુઆરી 2002ના રોજ અરજદારો સાબરમતી એક્સપ્રેસ (Sabarmati Express)માં ફરજ પર હતા. ટ્રેનનાં S-6 કોચમાં આગ લગાવવામાં આવી હતી, જેના પરિણામે અયોધ્યાથી પરત ફરી રહેલા કાર સેવકો સહિત 59 મુસાફરોના મોત થયા હતા.

આ ભયાનક ઘટના બાદ, રાજ્યભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા અને બે મહિના સુધી ચાલુ રહ્યા હતા. ફરજમાં બેદરકારી બદલ 9 પોલીસકર્મીઓને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. ગુલાબસિંહ ઝાલા, ખુમાનસિંહ રાઠોડ, નાથાભાઈ ડાભી, વિનોદ બીજલભાઈ, જબીરહાસુન શેખ, રસિકભાઈ પરમાર, કિશોરભાઈ પરમાર, કિશોરભાઈ પટણી અને પુનાભાઈ બારિયા રેલવે પોલીસમાં ફરજ બજાવતા હતા અને તેમને 1 માર્ચ, 2002 ના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, તેમની સામે વિભાગીય તપાસ હાથ ધરવામાં આવી હતી અને નવેમ્બર 2005 માં તેમને સેવામાંથી દૂર કરવામાં આવ્યા હતા. જેની સામે તેમણે અપીલ કરી હતી પરંતુ તે અપીલ પણ ફગાવી દેવામાં આવી હતી.

આ પછી, અરજદાર પોલીસકર્મીઓ (Government Railway Police)એ તેમને સેવામાંથી દૂર કરવાના નિર્ણય સામે હાઇકોર્ટમાં રિટ (Writ) અરજી દાખલ કરી. જેમાં તેમના વતી દલીલ કરવામાં આવી હતી કે તેમની ફરજ કાલુપુર અને દાહોદ રેલ્વે સ્ટેશનો વચ્ચે પેટ્રોલિંગ કરવાની છે. તેઓ રાજકોટ ભોપાલ એક્સપ્રેસ દ્વારા દાહોદ પહોંચ્યા હતા અને દાહોદથી અમદાવાદ જવા માટે તેમને સાબરમતી એક્સપ્રેસમાં ચઢવાનું હતું. જોકે, સાબરમતી એક્સપ્રેસ (Sabarmati Express) મોડી હોવાથી શાંતિ એક્સપ્રેસમાં બેસી અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ પહોંચ્યા પછી, તેમને ખબર પડી હતી કે સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ લાગી ગઈ છે.

Still standing alone | The Indian Express

સરકારે દલીલ કરતા જણાવ્યું હતું કે, ‘આ પોલીસકર્મીઓએ ફરજ ટાળવા માટે બીજી ટ્રેન જ નહીં, પણ દાહોદ સ્ટેશન પર ખોટી એન્ટ્રી પણ કરી હતી, જેના કારણે કંટ્રોલ રૂમમાં ખોટી માહિતી મોકલી હતી કે ટ્રેનમાં સુરક્ષા હાજર છે. સાબરમતી એક્સપ્રેસ (Sabarmati Express)ને ‘A શ્રેણી’માં મૂકવામાં આવી હતી, જ્યાં ચેઇન પુલિંગ, ઝઘડા અને અન્ય ગુનાઓ વારંવાર બનતા હોય છે, તેથી સુરક્ષા ટીમ હોવી ફરજિયાત હતી.

અરજદારોની અરજી ફગાવી દેતા, હાઇકોર્ટના જસ્ટિસ વૈભવી નાણાવટીએ ચુકાદો આપ્યો હતો કે, ‘અરજદારો શાંતિ એક્સપ્રેસ દ્વારા અમદાવાદ આવ્યા હતા અને રજિસ્ટરમાં ખોટી એન્ટ્રીઓ કરી હતી.’ જો અરજદારે અમદાવાદ પહોંચવા માટે સાબરમતી એક્સપ્રેસ (Sabarmati Express)માં મુસાફરી કરી હોત, તો ગોધરામાં બનેલી ઘટના રોકી શકાઈ હોત. અરજદારોએ તેમની ફરજો પ્રત્યે બેદરકારી દાખવી છે. ઉપરોક્ત આરોપો સાબિત થયા છે. ઉપરોક્ત આરોપોને ધ્યાનમાં રાખીને, તેમને સેવામાંથી બરતરફ કરવાનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો. તેમના પર ગુનાહિત કાવતરું રચવાનો આરોપ મૂકવામાં આવ્યો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાસપોર્ટ રિન્યુઅલને લઈ ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો, આરોપીનો પાસપોર્ટ રિન્યુ થઈ શકશે

આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટે વલસાડની સગીરાને 26 અઠવાડિયાના ગર્ભપાતની મંજૂરી આપી

આ પણ વાંચો:ભરણપોષણને લઈ ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો