વિવાદ/ પાડોશીથી પરેશાન સલમાન ખાન પહોંચ્યો હાઈકોર્ટમાં, જાણો સો.મીડિયાના વીડિયોમાં આખરે શું બતાવવામાં આવ્યું?

સલમાન ખાને આ વર્ષે માર્ચમાં સેશન્સ કોર્ટમાં પોતાના પાડોશી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જોકે ત્યાંથી તેમને રાહત મળી ન હતી. આ પછી તેણે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.

Trending Entertainment
સલમાન

સલમાન ખાને(Salman Khan) પનવેલ ફાર્મહાઉસના NRI પાડોશી કેતન કક્કર વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. સલમાને હાઈકોર્ટમાં પોતાની અરજીમાં કહ્યું છે કે કેતન કક્કરે સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ ઘણી પોસ્ટ કરી છે, જે અપમાનજનક અને ઉશ્કેરણીજનક છે. કક્કડ દ્વારા તેમના પર ફાર્મહાઉસમાં ગેરકાયદેસર કામ કરવાના ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. હાઈકોર્ટના જસ્ટિસ સીવી ભરંગની સિંગલ જજની બેંચ 22 ઓગસ્ટે આ મામલે સુનાવણી કરશે.

માર્ચમાં સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી

માર્ચની શરૂઆતમાં, સલમાને સેશન્સ કોર્ટમાં માનહાનિની ​​અરજી દાખલ કરી હતી, પરંતુ ત્યાંથી સોશિયલ મીડિયા પોસ્ટના આધારે કેતન કક્કર સામે મનાઈ હુકમનો ઇનકાર કરવામાં આવ્યો હતો. સેશન્સ કોર્ટના જજ એએચ લદ્દાડે 23 માર્ચે ચુકાદો આપ્યો હતો, જેનો વિગતવાર આદેશ પછીથી આવ્યો હતો.

સલમાન ખાનના વકીલનું શું કહેવું છે?

સલમાનના વકીલ રવિ કદમે સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને ખોટો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, “કેતન કક્કડ દ્વારા અપલોડ કરવામાં આવેલા વીડિયો સંપૂર્ણ રીતે બનાવટી છે. તે માત્ર બદનક્ષીકારક જ નથી પરંતુ લોકોને સામુદાયિક રીતે પણ ભાઈજાન વિરુદ્ધ ઉશ્કેરે છે.”

કદમે આગળ કહ્યું, “ડિફેન્ડર (કેતન) દ્વારા વીડિયોમાં સલમાનની સરખામણી ઔરંગઝેબ અને બાબર સાથે કરવામાં આવી છે. તેઓ કહે છે કે અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં 500 વર્ષ લાગ્યા અને અહીં (પનવેલમાં) સલમાન ખાન ગણેશ મંદિર બંધ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.”

હિંદુ વિરુદ્ધ મુસ્લિમ વિશે વીડિયો : પગલાં

સલમાનના વકીલે દલીલ કરી હતી કે કક્કરના વીડિયો લાખો લોકો જુએ છે અને લોકોને સલમાન વિરુદ્ધ ઉશ્કેરે છે. તેમના મતે, વીડિયો હિંદુ વિરુદ્ધ મુસ્લિમો વિશે છે. રવિ કદમના નિવેદન અનુસાર, કક્કરે સલમાન ખાનને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગનો સભ્ય ગણાવ્યો છે અને તેના પર ડ્રગ્સની હેરાફેરી, અંગોની હેરાફેરી અને બાળ તસ્કરીનો આરોપ લગાવ્યો છે. રવિ કદમના જણાવ્યા અનુસાર, કક્કરે ખોટો દાવો કર્યો છે કે સલમાન ખાન તેના ફાર્મહાઉસમાંથી દાણચોરીનો ધંધો કરે છે.

આ પણ વાંચો: દેશના આ રાજ્યોમાં થઈ શકે છે ભારે વરસાદ, અહીં જુઓ IMDની સંપૂર્ણ આગાહી

આ પણ વાંચો:રખડતા પશુઓની અડફેટનો ભોગ બન્યા DyCM નીતિન પટેલ, તિરંગા યાત્રા દરમિયાન બની ઘટના

આ પણ વાંચો:આતંકવાદ વિરુધ્ધ મોટી કાર્યવાહી, બિટ્ટા કરાટેની પત્ની અને સૈયદ સલાહુદ્દીનના પુત્ર સહિત 4ને સરકારી નોકરીમાં પાણીચું