Interesting/ અમારી ભેંસના મુંડનમાં જલુલ-જલુલ આવજો, આ ખેડૂતે કરાવ્યા ભેંસના મુંડન સંસ્કાર

ઉત્તર પ્રદેશના સંભલ જીલ્લામાં એક ખેડૂત દ્વારા એક મુંડન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે મુંડન સંસ્કાર કોઈ બાળકના નહિ પણ એક ભેંસના કરવામાં આવ્યા હતા.

India Trending
a 7 અમારી ભેંસના મુંડનમાં જલુલ-જલુલ આવજો, આ ખેડૂતે કરાવ્યા ભેંસના મુંડન સંસ્કાર

ઉત્તર પ્રદેશના સંભલ જીલ્લામાં એક ખેડૂત દ્વારા એક મુંડન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે મુંડન સંસ્કાર કોઈ બાળકના નહિ પણ એક ભેંસના કરવામાં આવ્યા હતા. ખેડૂતે સમગ્ર વિસ્તારમાં 500 થી વધુ લોકોને મુંડન કાર્યમાં ભોજન સમારંભનું આયોજન રાખેલ હતું. ભેંસના મુંડન સંસ્કારનો વીડિયો અને આમંત્રણકાર્ડનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આપને જણાવી દઈએ કે, સંભલના ખેડૂતે ગુન્નૌરમાં તેની ભેંસ અને વાછરડાનું ગંગા ઘાટ પર મુંડન કરાવ્યું. એટલું જ નહીં, મુંડનમાં  લગભગ 500 લોકોને દાવત  પણ આપી, આ માટે છેલ્લા ઘણા દિવસોથી કાર્ડનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું, આ વિસ્તારમાં ભેંસના આ મુંડન સંસ્કાર ચર્ચાનું વિષય બન્યો છે.

આ પણ વાંચો : માતાજીના ભક્તો માટે મહાકાળી માતાજીના દર્શન શરૂ

ગુન્નોર કોટવાલીના નંદારૌલીમાં રહેતા ખેડૂત નેમ સિંહે જણાવ્યું કે તેના ઘરમાં ણા જાણે કોનો શ્રાપ લાગ્યો છે કે ભેંસના વાછરડા જન્મ્યા પછી મરી જાય છે. તે લાંબા સમયથી તેની ચિંતામાં હતો, તેણે પોતાની મુશ્કેલી એક સાધુને જણાવી હતી જે થોડા દિવસો પહેલા ઘરે આવ્યો હતો. જે બાદ સાધુએ આ વખતે એક ભેંસના વાછરડાનું મુંડન સંસ્કાર ગંગા કિનારે પર એક બાળકની જેમ કરવા જણાવ્યું અને કહ્યું કે આમ કરવાથી વાછરડાનું મોત નહીં થાય.

આ પણ વાંચો :જુઓ On The Spotમાં ગુજરાતના લોકપ્રિય કટાર લેખક જય વસાવડા સાથે ખાસ વાતચીત