અવિશ્વાસની દરખાસ્ત/ ઇમરાન ખાન ખુરશી બચાવવા સ્ફોટક બેટિંગમાં,પંજાબ વિધાનસભામાં અવિશ્વાસ દરખાસ્ત પહેલા રાજ્યપાલને હટાવ્યા

સરકારે પંજાબના ગવર્નર ચૌધરી મુહમ્મદ સરવરને તેમના પદ પરથી હટાવી દીધા છે. પંજાબના નવા રાજ્યપાલની જાહેરાત હવે પછી કરવામાં આવશે.

Top Stories World
9 1 ઇમરાન ખાન ખુરશી બચાવવા સ્ફોટક બેટિંગમાં,પંજાબ વિધાનસભામાં અવિશ્વાસ દરખાસ્ત પહેલા રાજ્યપાલને હટાવ્યા

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ખુરશી બચાવવા માટે દરેક યુક્તિ કરવામાં લાગેલા છે. નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર બહુમતી માટે સંઘર્ષ કરી રહેલા ઈમરાન ખાનની પાર્ટી અને તેના સાથીઓએ મતદાનના કલાકો પહેલા પંજાબ પ્રાંતમાં પણ તેમની બહુમતી સાબિત કરવી પડશે. આ દરમિયાન સરકારે પંજાબના ગવર્નર ચૌધરી મુહમ્મદ સરવરને તેમના પદ પરથી હટાવી દીધા છે. પંજાબના નવા રાજ્યપાલની જાહેરાત હવે પછી કરવામાં આવશે. બંધારણ મુજબ ડેપ્યુટી સ્પીકર કાર્યવાહક રાજ્યપાલ હશે. ઇમરાન ખાન તેમની ખુરશી બચાવવા માટે એક કેપ્ટન તરીકે આક્રમણ બેટિંંગના અંદાજમાં જોવા મળી રહ્યા છે.

પંજાબ પ્રાંતમાં કુલ 371 બેઠકો છે અને સરકારને અહીં બહુમત માટે 186નો આંકડો જોઈએ છે, પરંતુ આ દરમિયાન ઈમરાનના બળવાખોર નેતાઓએ વિપક્ષને સમર્થન જાહેર કર્યું છે. વિપક્ષે પીએમએલ-એનના નેતા હમઝા શાહબાઝને સીએમ ઉમેદવાર તરીકે નોમિનેટ કર્યા છે, જેને જહાંગીર તારીન જૂથે સમર્થન આપ્યું છે. જ્યારે ઈમરાનની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-કાયદાના નેતા ચૌધરી પરવેઝ ઈલાહીને સમર્થન આપી રહી છે.

આ સાથે જ ઈમરાન ખાને આજે નેશનલ એસેમ્બલીમાં પણ હાજર થવાનું છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે મતદાન થવાનું છે. નેશનલ એસેમ્બલીમાં 342 સીટો છે. ઈમરાન ખાનને સરકાર બચાવવા માટે 172 વોટની જરૂર પડશે. હાલમાં તે આ આંકડામાં ઘણો પાછળ હોવાનું જણાય છે.