અમેરિકાની ચિપમેકર કંપની માઈક્રોન ટેક્નોલોજી Micron technology ભારતમાં રોકાણ કરે તેવા એંધાણો વર્તાઈ રહ્યાં હતા અને હવે આખરે તેને મંજૂરી મળી ગઈ છે. પીએમ નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચતા જ સમાચાર આવ્યા છે કે ભારતમાં કેબિનેટે માઈક્રોનના 2.7 અબજ ડોલર એટલે કે 22 હજાર કરોડ રૂપિયાના સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપી દીધી છે.
આ પ્લાન્ટ ગુજરાતના સાણંદ ખાતે સ્થાપવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ માઇક્રોન એક અબજ ડોલરનું રોકાણ કરશે તેવા અહેવાલો હતા, જે હવે બે અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર આ પ્લાન્ટ માટે માઈક્રોનને PLI તરીકે 1.34 અબજ ડોલર એટલે કે 11 હજાર કરોડ રૂપિયા આપશે.
સુત્રો અનુસાર PLI ના પેકેજને જોતા કેબિનેટની Micron technology મંજૂરી જરૂરી હતી. માઈક્રોનની યોજના અગાઉ જાણ કરવામાં આવી હતી પરંતુ કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવી ન હતી. માઈક્રોનના પ્રવક્તા અને ભારત સરકારના ટેક્નોલોજી મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. મંગળવારથી શરૂ થયેલી તેમની મુલાકાત દરમિયાન, મોદી ફેડએક્સ અને માસ્ટરકાર્ડ સહિત અનેક ટોચની અમેરિકન કંપનીઓના સીઇઓ ને મળશે અને 22 જૂને વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરનું આયોજન કરશે.
અમેરિકન વહીવટીતંત્રના અધિકારીઓએ અગ્રણી Micron technology મીડિયા હાઉસને જણાવ્યું હતું કે માઈક્રોન ટેક્નોલોજીની યોજના એવા સમયે સામે આવી છે જ્યારે વ્હાઇટ હાઉસ અમેરિકન ચિપ કંપનીઓ પર ભારતમાં રોકાણ કરવા માટે દબાણ કરી રહ્યું છે. અન્ય એક અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે બિડેન ઈચ્છે છે કે, સ્થાનિક કંપનીઓ ચીનમાં વેપાર કરવાનું જોખમ ઘટાડે. એકલા ચીન પર જ અવલંબન ન રાખે. વેપારલક્ષી જોખમ ઘટાડે.0020અમેરિકી અર્થવ્યવસ્થાને વિશ્વની સૌથી મોટી લોકશાહી સાથે વધુ સારી રીતે સાંકળી લે. બિડેન વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતમાં રોકાણ કરવાનું વિચારી રહેલી અમેરિકન કંપનીઓની સંખ્યાથી વ્હાઇટ હાઉસ ઘણુ ઉત્સાહિત છે.
માઈક્રોનનું આ યૂનિટ ગુજરાતના સાણંદમાં સ્થાપિત Micron technology કરવામાં આવશે. આવા યૂનિટ્સ સેમીકંડક્ટર ચિપ્સને ટેસ્ટ અને પેક કરે છે પણ તેનું પ્રોડક્શન નથી કરતા. માઈક્રોન પ્લાન્ટમાં કસ્ટમર્સ માટે ચિપની ખરીદી અને પેકિંગ કરી શકે છે કે અન્ય કંપનિઓ શિપિંગથી પહેલા ટેસ્ટિંગ માટે પોતાની ચિપ્સ મોકસી શકે છે. માઈક્રોનના ભારતનો પ્લાન્ટ ભારતના સેમીકંડક્ટર બેઝને મજબૂતી આપશે
આ પણ વાંચોઃ Yog Studio/ આંતરરાષ્ટ્રીય યોગ દિને 21 યોગ સ્ટુડિયો શરૂ કરવાની સીએમની જાહેરાત
આ પણ વાંચોઃ Modi-Thinktank/ PM મોદીની શિક્ષણવિદો અને થિન્ક ટેન્ક ગ્રુપના સભ્યો સાથે મુલાકાત
આ પણ વાંચોઃ International Yog Day/ યોગ હવે વૈશ્વિક આંદોલનઃ પીએમ મોદી
આ પણ વાંચોઃ ENG Vs AUS/ એશિઝની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને બે વિકેટથી હરાવ્યું,કમિન્સ અને લિયોને 55 રનની ભાગીદારીએ અપાવી જીત
આ પણ વાંચોઃ પ્રહાર/ કર્ણાટકના CM સિદ્ધારમૈયાના ચોખા વિતરણ મામલે કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર,કેન્દ્રીય મંત્રીએ આપ્યો આ જવાબ