પાટણ/ પાણીની પાઇપલાઇનમાંથી માનવ અવશેષ ગુમ યુવતીના હોવાની આશંકા,માતાના DNA સેમ્પલ લેવાયા

પાઇપલાઇનમાંથી માનવ અવશેષો નીકળતા ખળભળાટ મચયો હતો. પાઇપલાઇનમાં માનવદેહ મળતા પોલીસ સહિત વહીવટીતંત્ર પણ દોડતું થયુ હતું. 

Gujarat Others
Untitled 92 પાણીની પાઇપલાઇનમાંથી માનવ અવશેષ ગુમ યુવતીના હોવાની આશંકા,માતાના DNA સેમ્પલ લેવાયા

સિઘ્ઘપુરમાં પાણીની પાઇપલાઇનમાંથી અલગ અલગ વિસ્તારમાંથી યુવતીની લાશના અવશેષો મળતાં ચકચાર મચી જવા પામી છે.  સ્થાનિક રહીશોની રજૂઆતના પગલે પાલિકાના કર્મચારીઓએ પાણીની પાઇપલાઇનનું કામ શરુ કર્યુ હતું.. ત્યારે પાઇપલાઇનમાંથી માનવ અવશેષો નીકળતા ખળભળાટ મચયો હતો. પાઇપલાઇનમાં માનવદેહ મળતા પોલીસ સહિત વહીવટીતંત્ર પણ દોડતું થયુ હતું.  પાણીની પાઇપલાઇનમાં યુવતીની લાશ કેવી રીતે પહોંચી તેને લઇને સમગ્ર સિઘ્ઘપુરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સિઘ્ઘપુરના ગણા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પાણી ઓછુ આવવાની કે ન આવવાની સ્થાનિક રહીશોની ફરિયાદ અને પાલિકા સમક્ષ રજૂઆત હતી. જેથી નગર પાલિકાના કર્મચારીઓની ટીમ  ઉપલી શેરી વિસ્તારમાં પાણીની મુખ્ય પાઇપલાઇન પર સમારકામ માટે પહોંચી હતી. પરંતું પાઇપલાઇન તોડતા તેમાથી માનવ અવશેષો મળતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જે અવશેષો પ્રથમ દ્રષ્ટિએ જ યુવતીના હોવાનુ સામે આવ્યું. જેથી અવશેષોને FSL માટે મોકલી આપવામાં આવ્યા હતા. તો બીજીબાજુ પોલીસ સહિત વહીવટીતંત્રના અઘિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

બીજા દિવસે પણ અન્ય એક વિસ્તારમાં પાણી ન આવવાની સ્થાનિક રહીશોની રજૂઆતને લઇને કર્મચારીઓએ લાલ ડોશી વિસ્તારમાં પાણીની પાઇપ લાઇન પર ખોદકામ કરીને પાઇપલાઇન ખૂલ્લી કરતા તેમાં પણ આશ્ચર્યજનક રીતે તેજ યુવતીના દેહના અન્ય અવશેષો મળી આવ્યા હતા… સમગ્ર ઘટનાને પગલે સિઘ્ઘપુરમાં ચકચાર મચી જવા પામી છે.અલગ અલગ વિસ્તારમાંથી યુવતીના અવશેષો મળતાં સ્થાનિક રહીશોએ નગરપાલિકાનુ પાણી પીવાનું પણ બંધ કરી દીધું.  હવે તો સ્થાનીક રહીશો પાણી પીતા પણ ડરી રહ્યા છે. રહીશોની માંગ છે કે પાણીની પાઇપલાઇન નવી જ નાખવી.

તો બીજીબાજુ પાણીની પાઇપલાઇનમા બે અલગ અલગ વિસ્તારમાંથી યુવતીના મૃતદેહના અવશેષો મળતાં વહીવટીતંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ તેજ કરી છે.સિદ્ધપુરમાં છેલ્લા ૧૦ દિવસથી એક યુવતી ગુમ થયેલ છે જેથી પોલીસે પાણીની પાઇપલાઇનમાંથી મળી આવેલ અવશેષો તે જ યુવતીના છે કે કેમ તે મામલે પણ તપાસ શરુ કરી છે. તંત્રએ ગુમ યુવતીના માતાના DNA સેમ્પલ ઓળખ  માટે મોકલી આપ્યા છે. તો બીજીબાજુ નગર પાલિકાના ચીફ ઓફિસરે પાણીની મુખ્ય ઓવરહેડ ટાંકીનો દરવાજો ખૂલ્લો રાખતા બેદરકારી દ્વારા બનેલ ઘટના મામલે વોટર વર્કસના ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

 આ બાજુ હવે ગુમ થયેલ યુવતીના પરીવારજનો પણ હૈયાફાટ રુદન કરી રહ્યા છે કેમ કે પાણીની પાઇપલાઇનમાંથી મળી આવેલ અવશેષો તેમની જ દીકરીના હોઇ શકે તેવી તેમને શંકા છે. હવે યુવતીના મોત મામલે ગણા  પ્રશ્રો ઉભા થાય છે.જેમ કે આ યુવતી પાણીની ઓવરહેડ ટાંકી સુઘી કેવી રીતે પહોંચી ? યુવતીએ આપઘાત કર્યો છે કે યુવતીની હત્યા થઈ છે.. ત્યારે હવે સમગ્ર મામલે હવે DNA રીપોર્ટ અને પોલીસ તપાસમાં જ સાચવી હકીકત સામે આવશે.હાલ તો યુવતીના મોતનું રહસ્ય પણ પાણીની પાઇપલાઇનમાં ફસાયેલ લાશની જેમ જ અકબંધ છે.

આ પણ વાંચો:પિતાએ ત્રણ માસની બાળકીને હવામાં ઉછાળી, પંખામાં આવી જતા મોત

આ પણ વાંચો:બોટાદમાં બની મોટી દુઃખદ ઘટના, આ વિસ્તારમાં તળાવમાં ન્હાવા પહેલા 5 યુવાનોના મોત

આ પણ વાંચો:જૂનાગઢના આ ધારાસભ્ય એકશનમાં, વિકાસના કામોનું કર્યું નિરીક્ષણ

આ પણ વાંચો:સમર વેકેશનને યાદગાર બનાવવા SVPI એરપોર્ટ પર શાનદાર તજવીજ