uttarpradesh/ સ્વામી પ્રસાદ મૌર્ય સામે કોર્ટે ગુનો નોંધવાનો આપ્યો આદેશ

હિન્દુ દેવી દેવતાઓ વિરૂધ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ

Gujarat
Beginners guide to 16 2 સ્વામી પ્રસાદ મૌર્ય સામે કોર્ટે ગુનો નોંધવાનો આપ્યો આદેશ

Gujarat News : ઉત્તરપ્રદેશના સાંસદ-દારાસભ્ય સ્વામી પ્રસાદ મૌર્ય વિવાદાસ્પદ નિવેદનને કારણે મુસ્કેલીમાં મુકાયા છે. તેમને સ્પેશિયલ સેલના એડિશનલ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ અંબરીશ કુમાર શ્રીવાસ્તવે સમાજવાદી પાર્ટીના પૂર્વ મહાસચિવ મૌર્ય વિરૂધ્ધ વિવાદાસ્પદ નિવેદનની તપાસનો આદેશ આપ્યો છે.

જેમાં ફરિયાદી રાગીણી રસ્તોગીનો આરોપ છે કે ગયા વર્ષે 15  નવેમ્બરે અખબારમાં છપાયેલા તેમના નિવેદનથી કરોડો હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચી છે.

બીજીતરફ કોર્ટે વજીરગંજ પોલીસ સ્ટેશનને સ્વામી પ્રસાદ મૌર્ય વિરૃધ્ધ ઓફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં કોર્ટે પૂર્વ સપા નેતા વિરૂધ્ધ હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો.

અત્રે ઉલ્લ્ખનીય છે કે એક મહિના પહેલા સ્વામી પ્રસાદ મૌર્યએ સમાજવાદી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું. તેમણે વિધાન પરિષદનું પદ પણ છોડી દીધું હતું. બાદમાં તેમણે પોતાની નવી પાર્ટી બનાવી હતી જેનું નામ રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટી રાખ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃહવામાન વધુ એક વખત પલટાશે? બેવડી ઋતુનો સામનો કરવો પડશે…

આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે

આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો