Reliance hit/ બજારના ઘટાડામાંના લીધે રિલાયન્સને પડ્યો મોટો ફટકો

સેન્સેક્સની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી પાંચની માર્કેટ મૂડી (એમ-કેપ) ગયા સપ્તાહે સામૂહિક રીતે રૂ. 2,23,660 કરોડ ઘટી હતી. શેરબજારમાં નબળા વલણ વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ને સૌથી વધુ નુકસાન સહન કરવું પડ્યું હતું.

Top Stories Breaking News Business
Beginners guide to 17 1 બજારના ઘટાડામાંના લીધે રિલાયન્સને પડ્યો મોટો ફટકો

મુંબઈઃ સેન્સેક્સની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી પાંચની માર્કેટ મૂડી (એમ-કેપ) ગયા સપ્તાહે સામૂહિક રીતે રૂ. 2,23,660 કરોડ ઘટી હતી. શેરબજારમાં નબળા વલણ વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ને સૌથી વધુ નુકસાન સહન કરવું પડ્યું હતું. ગયા અઠવાડિયે, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 1,475.96 પોઈન્ટ અથવા 1.99 ટકા ઘટ્યો હતો.

ગયા સપ્તાહે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એલઆઈસી અને હિન્દુસ્તાન યુનિલીવરના માર્કેટ વેલ્યુએશનમાં ઘટાડો થયો હતો. તે જ સમયે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), HDFC બેન્ક, ભારતી એરટેલ, ઇન્ફોસિસ અને ITCની બજારમૂલ્ય વધ્યું છે.

રિલાયન્સને રૂ. 81,763.35 કરોડનું નુકસાન

ગયા સપ્તાહે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ મૂડી રૂ. 81,763.35 કરોડ ઘટીને રૂ. 19,19,595.15 કરોડ થઈ હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીને સૌથી વધુ નુકસાન થયું હતું. LICનું બજાર મૂલ્ય રૂ. 63,629.48 કરોડ ઘટીને રૂ. 5,84,967.41 કરોડ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)નું બજાર મૂલ્ય રૂ. 50,111.7 કરોડ ઘટીને રૂ. 6,53,281.59 કરોડ થયું હતું. હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપ રૂ. 21,792.46 કરોડ ઘટીને રૂ. 5,46,961.35 કરોડ થયું હતું. ICICI બેન્કનું મૂલ્યાંકન રૂ. 6,363.11 કરોડ ઘટીને રૂ. 7,57,218.19 કરોડ થયું હતું.

TCS નો નફો રૂ. 38,858 કરોડ

આ વલણથી વિપરીત, TCSનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 38,858.26 કરોડ વધીને રૂ. 15,25,928.41 કરોડે પહોંચ્યું છે. ભારતી એરટેલનું મૂલ્યાંકન રૂ. 11,976.74 કરોડ વધીને રૂ. 6,89,425.18 કરોડ થયું છે. ITCનું માર્કેટકેપ રૂ. 7,738.51 કરોડ વધીને રૂ. 5,23,660.08 કરોડ અને ઇન્ફોસિસનું માર્કેટકેપ રૂ. 7,450.22 કરોડ વધીને રૂ. 6,78,571.56 કરોડ થયું હતું. HDFC બેન્કનું માર્કેટ વેલ્યુએશન રૂ. 4,443.9 કરોડ વધીને રૂ. 11,03,151.78 કરોડ થયું છે.

આ છે ટોપ-10 કંપનીઓ

ટોપ-10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, ભારતી એરટેલ, ઇન્ફોસિસ, SBI, LIC, હિન્દુસ્તાન યુનિલિવર અને ITC આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ