Not Set/ આજે આવશે બીજેપીનું પ્રથમ લિસ્ટ, 100 ઉમેદવારોમાં સૌથી ઉપર હોય શકે છે પીએમ મોદીનું નામ

દિલ્હી, આજે બીજેપી સંસદીય દળની બેઠક છે. આ બેઠક પછી પાર્ટી લગભગ 100 ઉમેદવારોના  નામોની જાહેરાત કરી શકે છે. આ લિસ્ટમાં પ્રથમ તબક્કામાં મતદાનવાળી બેઠકોના ઉમેદવારો ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીનું નામ પણ જાહેર થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે આવનારી લિસ્ટમાં પીએમ મોદીનું નામ સૌથી ઉપર હશે અને આ વખતે પણ તે […]

Top Stories India Trending
mat 2 આજે આવશે બીજેપીનું પ્રથમ લિસ્ટ, 100 ઉમેદવારોમાં સૌથી ઉપર હોય શકે છે પીએમ મોદીનું નામ

દિલ્હી,

આજે બીજેપી સંસદીય દળની બેઠક છે. આ બેઠક પછી પાર્ટી લગભગ 100 ઉમેદવારોના  નામોની જાહેરાત કરી શકે છે. આ લિસ્ટમાં પ્રથમ તબક્કામાં મતદાનવાળી બેઠકોના ઉમેદવારો ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીનું નામ પણ જાહેર થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે આવનારી લિસ્ટમાં પીએમ મોદીનું નામ સૌથી ઉપર હશે અને આ વખતે પણ તે વારાણસી બેઠકથી ચૂંટણી લડશે. તો, બીજેપી બિહારના ઉમેદવારોના નામોની પણ જાહેરાત કરી શકે છે.

બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે શુક્રવારે સુશીલ મોદી, નિત્યાનંદ રાય અને ભુપ્રેન્દ્ર યાદવની મુલાકાત થઇ. બીજેપીનું કોર ગ્રૂપ બેઠક પછી કાલે બિહાર એનડીએ 40 બેઠકો પર ઉમેદવારોની યાદી પર અંતિમ મુહર લાગી શકે છે. બિહારની 40 બેઠકો માટે બીજેપી, જેડીયુ અને એલજેપી વચ્ચે 17-17-6 બેઠકોનો ફોમુર્લો તૈયાર થયો છે.

જણાવીએ કે ગઈ વખતે 2014 માં બીજેપી અને જેડીયુએ અલગ-અલગ ચૂંટણી લડી હતી, પરંતુ આ વખતે સમીકરણ બદલ્યું છે. નીતીશના એનડીએના કેમ્પમા આવ્યા પછી બિહારમાં ઉમેદવારોની નવી શેતરંજના પટ સમાન નિશાન બનાવામાં આવી રહ્યું છે. છેલ્લા ચૂંટણીમાં જેડીયુની જીતી થઇ અને બીજેપીની હારેલી બેઠકોને આ વખતે જેડીયુને જ આપવામાં આવી છે. સાથે એનડીએની જીતેલી પાંચ બેઠકો પણ જેડીયુના ખાતામાં આ વખતે જોડવામાં આવી છે.

છેલ્લી ચૂંટણીમાં જેડીયુની જીતેલી અને બીજેપીની હારેલી બેઠકોને જેડીયુને જ આપવામાં આવી છે.તો એનડી દ્વારા જીતેલી પાંચ બેઠકો પણ જેડીયુને આપવામાં આવી છે. મુંગેરની સીટીંગ એલજેપી સીટ જેડીયુને મળી શકે છે.તો બેગુસરાય સાથે અદાલા-બદલી થઈ શકે છે. બીજેપીએ તેની સીટીંગ સીટ બેગુસરાય જેડીયુને આપી છે, ત્યાં મુંગેરમાં જેડીયુએ એલજેપી સાથે બેઠકોની અદાલા બદલી કરી છે. ગઈ ચુંટણીમાં ભાગલપુરની હારેલી બેઠકને ભાજપે જેડીયુની સાથે તેમની જીતેલી ઝંઝારપુર સીટથી અદાલા બદલી કરી રહી છે. હારેલી બેઠકો ભાગલપુરને આપવાના બદલે જીતેલી બેઠકો ઝંઝારપુર જેડીયુને આપી રહી છે.

બિહાર જ નહીં બીજેપી અન્ય રાજ્યોની 100 બેઠકો પર પણ ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. કદાચ થઇ શકે છે કે પીએમ મોદીની બેઠકની પણ કાલે જાહેરાત થઈ જાય. હાલ પીએમ મોદી વારાણસીથી સાંસદ છે. થોડા દિવસે પહેલા અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે, પીએમ મોદી ઓડીશાના પુરીથી પણ ચૂંટણી મેદાનમાં આવી શકે છે. આ લિસ્ટમાં મોદી સાથે રાજનાથ સિંહ, ગડકરી, સદાનંદ ગૌડા, રાધામોહન સિંહની ટિકટોની જાહેરાત થઈ શકે છે.