પોલીસને ચીમકી/ જો આંગણવાડી બહેનેનો આંગળી અડાડી છે તો કાપી નાખીશું : ગેનીબેન ઠાકોરની પોલીસને ધમકી

આંગણવાડી બહેનોના આંદોલન માં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા પોલીસ વિભાગને ચીમકી આપી હતી. તેમે કહ્યું હતું કે જો તેમની આંગણવાડી બહેનોને પોલીસ આંગળી પણ લગાવી છે તો આંગળી કાપી નાખવામાં આવશે. 

Top Stories Gujarat Others
તાપી મીર 1 2 જો આંગણવાડી બહેનેનો આંગળી અડાડી છે તો કાપી નાખીશું : ગેનીબેન ઠાકોરની પોલીસને ધમકી
  • બનાસકાંઠા:ધારાસભ્ય ગેની બેનની ખુલ્લી ધમકી
  • પોલીસકર્મીઓને આપી ખુલ્લી ધમકી
  • આંગણવાડી મહિલાઓને લઇ આપ્યનું નિવેદન
  • આંગણવાડી બહેનોને આંગળી અડાતી તો કાપી નાંખશું
  • પોલીસે આંગળી અડાડી તો આંગળી કાપી નાખીશું

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે પોતાની માંગણીઓને લઇ વિવિધ સંગઠનો દ્વારા  માંગણીઓ ને લઇ આંદોલન ઉગ્ર બનતા જાય છે. હાલમાં 17 જેટલા વિવિધ સંગઠનો દ્વારા સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યારે રાજ્યભરમાં  આંગણવાડી બહેનો દ્વારા પણ પોતાની માંગણીને લઇ આંદોલન ચલાવી રહીછે. ત્યારે વાવ થરાદ ખાતે પણ આ આંગણવાડીની બહેનો દ્વારા પોતાના હક્કને અધિકાર માટે આંદોલન ચાલુ કરવામાં આવ્યું કે. ગતરોજ વાવ થરાદ ખાતે પણ આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં આ આંદોલન  માં જોડાઈ હતી.

ત્યારે આંગણવાડી બહેનોના આંદોલન માં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા પોલીસ વિભાગને ચીમકી આપી હતી. તેમે કહ્યું હતું કે જો તેમની આંગણવાડી બહેનોને પોલીસ આંગળી પણ લગાવી છે તો આંગળી કાપી નાખવામાં આવશે.

અત્રે નોધનીય છે કે, સમગ્ર રાજ્યની આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો તેઓના હક્ક માટે લડાઈ લડી રહી છે. ત્યારે રાજ્યના તમામ જિલ્લાઓની તાલુકા મથકેથી આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો તાલુકે તાલુકે આંદોલન કરી રાજ્યની આંગણવાડી બહેનોના સમર્થનમાં મેદાને ઉતરી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ તાલુકાની આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો આંગણવાડી કેન્દ્રો પરની કામગીરી બંધ કરી રાજ્ય વ્યાપી હડતાળ આંદોલનમાં જોડાઈ હતી.

રખડતા શ્વાન / વડોદરામાં રખડતા શ્વાનનો આતંક, 8 થી 10 લોકોને ભર્યા બચકાં