Not Set/ મનમોહન સિંહે અર્થવ્યવસ્થા પર ચિંતા કરી વ્યક્ત તો નિર્મલા સિતારમણે આપ્યો આ જવાબ

દેશમાં અર્થવ્યવસ્થાને લઇને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આજે ચિંતા વ્યક્ત કરતા મોદી સરકાર પર નિશાનો સાધ્યો હતો. તેમણે દેશમાં આવેલી મંદી પર મોદી સરકારને જવાબદાર ગણી હતી. તેમણે નોટબંદી અને જીએસટીને સૌથી મોટુ બ્લંડર બતાવ્યુ હતુ. હવે તેનો જવાબ આપવા નાણાંમંત્રી નિર્મલા સિતારમણ સામે આવ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, પત્રકારો સાથે વાત કરતા નાણાંમંત્રીએ […]

Top Stories India
Nirmala Sitharaman Economic Slowdown Manmohan Singh મનમોહન સિંહે અર્થવ્યવસ્થા પર ચિંતા કરી વ્યક્ત તો નિર્મલા સિતારમણે આપ્યો આ જવાબ

દેશમાં અર્થવ્યવસ્થાને લઇને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આજે ચિંતા વ્યક્ત કરતા મોદી સરકાર પર નિશાનો સાધ્યો હતો. તેમણે દેશમાં આવેલી મંદી પર મોદી સરકારને જવાબદાર ગણી હતી. તેમણે નોટબંદી અને જીએસટીને સૌથી મોટુ બ્લંડર બતાવ્યુ હતુ. હવે તેનો જવાબ આપવા નાણાંમંત્રી નિર્મલા સિતારમણ સામે આવ્યા છે.

સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, પત્રકારો સાથે વાત કરતા નાણાંમંત્રીએ કહ્યું- “શું મનમોહનસિંહે કહ્યું હતું કે તેઓ બદલાની રાજનીતિ છોડે અને અર્થવ્યવસ્થાને માનવ-સર્જિત સંકટમાંથી બહાર કાઠવા માટે યોગ્ય વિચારધારા ધરાવતા લોકોનો સંપર્ક કરે? તેઓએ એવું કહ્યું છે? ઠીક છે, આભાર, હું આ નિવેદન તેમની પાસેથી લઉ છું. આ મારો જવાબ છે.”

જ્યારે નિર્મલા સીતારમણને પૂછવામાં આવ્યું કે, શું આપણે આર્થિક મંદીનાં સાક્ષી છીએ, શું સરકાર તેને સ્વીકારી રહી છે? તેના જવાબમાં નાણાંમંત્રીએ કહ્યું- હુ ઉદ્યોગોનાં લોકોને મળી રહી છુ, તેઓનો અભિપ્રાય લઈ રહી છુ. તેમના સૂચનો લઈને, તેઓને શું જોઈએ છે અને તેઓ સરકાર પાસેથી શું અપેક્ષા રાખે છે. હું તેમને જવાબ આપી રહી છું. મેં આ પહેલા પણ બે વાર કર્યું છે. હું આ હજુ વધુ વખત કરીશ.”

ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 5 ટકા દર્શાવે છે કે આપણે લાંબા સમય સુધી આર્થિક નરમાઈનાં ગાળામાં છીએ. તેમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપથી વિકાસ થવાની ક્ષમતા છે. સિંહે કહ્યું, ‘ભારત આ દિશામાં આગળ વધી નહી શકે. તેથી, હું સરકારને અપીલ કરું છું કે બદલાનાં રાજકારણનો ત્યાગ કરે અને માનવ-સર્જિત કટોકટીમાંથી અર્થતંત્રને બહાર કાઠવા માટે લોકોનો અવાજ સાંભળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.