Not Set/ દેશનાં પૂર્વ વડા પ્રધાન પર કોમેન્ટ લખવી BJP પ્રવક્તા સંબિત પાત્રાને પડી ભારે, યુથ કોંગ્રેસે નોંધાવી FIR

ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા સામે કેસ નોંધવામાં આવ્યો છે. છત્તીસગઢનાં રાયપુરમાં યુથ કોંગ્રેસનાં દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે. સંબિત પાત્રા પર દેશનાં બે પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને રાજીવ ગાંધી વિશે વિવાદિત ટ્વીટ્સ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કોંગ્રેસે કરેલા કેસમાં ભાજપનાં નેતાએ દેશનાં બે પૂર્વ વડા પ્રધાનોની વિવાદિત તસવીરો […]

India
a6b120827e20f696140a89af941bcc5d દેશનાં પૂર્વ વડા પ્રધાન પર કોમેન્ટ લખવી BJP પ્રવક્તા સંબિત પાત્રાને પડી ભારે, યુથ કોંગ્રેસે નોંધાવી FIR
a6b120827e20f696140a89af941bcc5d દેશનાં પૂર્વ વડા પ્રધાન પર કોમેન્ટ લખવી BJP પ્રવક્તા સંબિત પાત્રાને પડી ભારે, યુથ કોંગ્રેસે નોંધાવી FIR

ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા સામે કેસ નોંધવામાં આવ્યો છે. છત્તીસગઢનાં રાયપુરમાં યુથ કોંગ્રેસનાં દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે. સંબિત પાત્રા પર દેશનાં બે પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને રાજીવ ગાંધી વિશે વિવાદિત ટ્વીટ્સ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કોંગ્રેસે કરેલા કેસમાં ભાજપનાં નેતાએ દેશનાં બે પૂર્વ વડા પ્રધાનોની વિવાદિત તસવીરો અપલોડ કરી હતી અને વિવાદિત વાક્યો લખ્યા હોવાનું જણાવ્યું છે.

મધ્યપ્રદેશ કોંગ્રેસે ટ્વીટ કરીને લખ્યું છે કે, જો કોરોના સંકટ વચ્ચે દેશમાં કોંગ્રેસની સરકાર હોત, તો અમે પરીક્ષણો, સારવાર, સિસ્ટમ, રાહત, મદદ અને ટેકનોલોજીમાં મોખરે હોત. ભાજપનાં પ્રવક્તાએ આ જ ટ્વિટ પર લખ્યું છે કે, જો કોંગ્રેસ દરમિયાન કોરોના સંકટ આવ્યુ હોત તો 5,000 કરોડનું માસ્ક કૌભાંડ, 7,000 કરોડનું કોરોના ટેસ્ટ કીટ કૌભાંડ, 20,000 કરોડનું જવાહર સેનિટાઇઝર કૌભાંડ અને 26 હજાર કરોડનું રાજીવ ગાંધી વાયરસ સંશોધન કૌભાંડ હોત. સંબિત પાત્રાનાં નિવેદન પર કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી હતી અને ભાજપનાં નેતા સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

છત્તીસગઢનાં રાયપુરમાં ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓએ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અને સમુદાયો વચ્ચેની દુશ્મનીને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. છત્તીસગઢ યુથ કોંગ્રેસનાં અધ્યક્ષે સંબિત પાત્રા વિરુદ્ધ કેસ નોંધાવતા લખ્યું છે કે કાશ્મીર મુદ્દા, 1948 નાં શીખ વિરોધી રમખાણો અને બોફોર્સ કાંડ મામલે ભાજપનાં નેતાએ પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને રાજીવ ગાંધી પર ખોટા આક્ષેપો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોરોના સંકટની વચ્ચે સોશિયલ મીડિયા પર આવી વાતો લખવી એ વિવિધ ધાર્મિક સમુદાયોને ઉશ્કેરી શકે છે, જેનાથી દેશની શાંતિ ભંગ થવાની આશંકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.