- 788માંથી 540 ઉમેદવારો મહત્તમ 12મા ધોરણ સુધી જ ભણ્યા છે
- 37 ઉમેદવારો અભણ તો એકથી ચાર ધોરણ ભણેલા 110 ઉમેદવાર
- ચારથી આઠ ધોરણ ભણેલા 146 ઉમેદવાર
- બારમુ ધોરણ પાસ હોય તેવા 54 જ ઉમેદવાર
- ગ્રેજ્યુએટ ઉમેદવારોની સંખ્યા 83
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાનું મતદાન ગુરુવારે થઈ રહ્યુ છે. પ્રથમ તબક્કામાં વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષો સહિત કુલ 788 મતદારોએ ઝંપલાવ્યું છે. આ કુલ 788 ઉમેદવારોમાં 37 અભણ ઉમેદવારોની સાથે પહેલા ધોરણથી લઈને બારમા ધોરણ સુધી ભણેલા ઉમેદવારોની કુલ સંખ્યા 540 છે.
બીજા શબ્દોમાં કહીએ તો વિધાનસભા માટે દાવેદારી નોંધાવનારા કુલ ઉમેદવારોમાંથી 22 ટકા ઉમેદવારો એટલે કે 142 જ દસમું ધોરણ પાસ છે અને પાંચ ટકા ઉમેદવારો તો રીતસરના અભણ છે. આ સિવાય 54 ઉમેદવારો બારમુ ધોરણ પાસ છે, જેની ટકાવારી કુલ ઉમેદવારોના સાત ટકા થાય છે. ફક્ત આટલું જ નહીં આઠમું પાસ હોય તેવા ઉમેદવારોની સંખ્યા 146 છે. આ ટકાવારી પણ કુલ ઉમેદવારોના 20 ટકા થાય છે. તો પાંચમું ધોરણ પાસ હોય તેવા ઉમેદવારોની સંખ્યા 110 છે. કુલ ઉમેદવારોમાં આ ટકાવારી 14 ટકા થાય છે. 53 ઉમેદવાર તો એકથી ચાર ધોરણે જ ભણેલા છે.
પ્રથમ તબક્કામાં ગ્રેજ્યુએટ હોય તેવા ઉમેદવારો 83 છે અને ગ્રેજ્યુએટ પ્રોફેશનલ્સ ઉમેદવારની સંખ્યા 65 છે. આ સિવાય 21 ઉમેદવાર ડિપ્લોમાની ડિગ્રી ધરાવે છે. આ સિવાય 34 ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવે છે. ફક્ત ત્રણ ઉમેદવાર ડોક્ટર છે. આમ હવે ગુજરાતના મતદારોએ જોવાનું છે કે તેને વિધાનસભ્ય તરીકેના જવાબદાર હોદ્દા પર કયા પ્રકારના ઉમેદવારો જોઈએ છે. અભણ ઉમેદવારોની ફોજ જોઈએ છે કે શિક્ષિત ઉમેદવાર જોઈએ છે. આ ઉમેદવારોની પસંદગી પરથી ગુજરાતની ભાવિ વિધાનસભા સમજાઈ જાય છે.
આ પણ વાંચોઃ
