Not Set/ જો ચાઈના તાઈવાન પર હુમલો કરશે તો અમેરિકા સુરક્ષા કરશે : જો બિડેન,અમેરિકી રાષ્ટ્રપતિ

અમેરિકાને ચેતવણી આપી છે કે તે, પોતાના હિતોનું રક્ષણ કરવામાં કોઈ છૂટછાટ નહીં આપે. ચીને કહ્યું છે કે, અમેરિકાએ તાઈવાન વિશે ખોટો સંદેશ ન ફેલાવવો જોઈએ, આ મામલે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.

World
oe Biden says America will defend Taiwan if China attacks

તાઇવાન મુદ્દે અમેરિકા અને ચીન ફરી એક વખત સામસામે આવી ગયા છે. આ વખતે ચીને એક ડગલું આગળ આવીને અમેરિકાને ચેતવણી આપી છે કે તે, પોતાના હિતોનું રક્ષણ કરવામાં કોઈ છૂટછાટ નહીં આપે. ચીને કહ્યું છે કે, અમેરિકાએ તાઈવાન વિશે ખોટો સંદેશ ન ફેલાવવો જોઈએ, આ મામલે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.

તાજેતરમાં જ યુએસ પ્રમુખ જો બિડેને કહ્યું હતું કે, જો ચીન તાઇવાન પર હુમલો કરે છે  તો અમે તાઇવાનનો બચાવ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમના નિવેદનને તાઇવાનમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પછી ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકાને કહ્યું કે, તાઇવાન મુદ્દે કરાર માટે કોઈ સ્થાન નથી. અમેરિકાએ ખોટો સંદેશ મોકલવાનું બંધ કરવું જોઈએ. આ સાથે જ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબીને કહ્યું છે કે, ચીન પોતાના હિતોની રક્ષા માટે કોઈની સાથે કોઈ છૂટછાટ નહીં આપે.

ઓક્ટોબરમાં જ ચીને તાઇવાનના એરસ્પેસમાં મોટી ઘુસણખોરી કરી હતી. 200 થી વધુ ચાઇનીઝ ફાઇટર પ્લેન તાઇવાન સરહદમાં ઘુસી ગયા હતા. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ચીન તાઇવાનને પોતાનો હિસ્સો ગણાવે છે. ચીને કહ્યું છે કે, તે કોઇપણ ભોગે તાઇવાનને ચીનમાં સમાવિષ્ટ કરશે. ચીનની આ કાર્યવાહી બાદ અમેરિકાએ વાંધો નોંધાવ્યો હતો. હવે અમેરિકી રાષ્ટ્રપતિએ તાઇવાનને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે.