World Cup 2023/ અમદાવાદમાં રમાશે વર્લ્ડ કપની ફાઇનલ, દેશના આ 12 શહેરોમાં WCની મેચો યોજાશે

ODI વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતની ધરતી પર થવાનું છે. જોકે, આ વર્ષે યોજાનારા ICC ODI વર્લ્ડ કપને લઈને મોટી માહિતી સામે આવી છે

Top Stories Sports
5 1 20 અમદાવાદમાં રમાશે વર્લ્ડ કપની ફાઇનલ, દેશના આ 12 શહેરોમાં WCની મેચો યોજાશે

ODI વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતની ધરતી પર થવાનું છે. જોકે, આ વર્ષે યોજાનારા ICC ODI વર્લ્ડ કપને લઈને મોટી માહિતી સામે આવી છે. વાસ્તવમાં, ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં 12 મેદાનો પર રમાશે. જ્યારે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સિવાય સેમિફાઇનલ ઈડન ગાર્ડન કોલકાતા અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

અમદાવાદ ઉપરાંત ODI વર્લ્ડ કપ 2023 દિલ્હી, બેંગ્લોર, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, ધર્મશાલા, લખનૌ, પુણે, ત્રિવેન્દ્રમ અને ગુવાહાટીમાં યોજાશે. આ ટુર્નામેન્ટની સેમી ફાઈનલ ઈડન ગાર્ડન કોલકાતા અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જ્યારે વર્લ્ડ કપ 2023ની ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચે છે, તો સેમીફાઇનલ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, પછી ભલે તે પોઇન્ટ ટેબલ અથવા ગ્રૂપમાં ટીમ ઇન્ડિયાની સ્થિતિ ગમે તે હોય.