Not Set/ અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સની ઐસી કી તૈસી, કરિયાણા અને શાકભાજીની વસ્તુઓ ખરીદવા માટે ભીડ ભેગી

અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે આગામી 15 મેં સુધી અમદાવાદમાં દૂધ અને દવા સિવાય તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ મુજબ આગામી 15 મેં સુધી  ફ્રૂટ્સ, શાકભાજી, કરિયાણાની દુકાનો બંધ રહેશે. જો કોઈ વ્યક્તિ આદેશનો ભંગ કરશે તો તેની સામે કલમ આઈપીસીની વિવિધ કલમ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાનો […]

Ahmedabad Gujarat
1e77a883e53e679ccb1d4faf8dffb752 અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સની ઐસી કી તૈસી, કરિયાણા અને શાકભાજીની વસ્તુઓ ખરીદવા માટે ભીડ ભેગી
1e77a883e53e679ccb1d4faf8dffb752 અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સની ઐસી કી તૈસી, કરિયાણા અને શાકભાજીની વસ્તુઓ ખરીદવા માટે ભીડ ભેગી

અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે આગામી 15 મેં સુધી અમદાવાદમાં દૂધ અને દવા સિવાય તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ મુજબ આગામી 15 મેં સુધી  ફ્રૂટ્સ, શાકભાજી, કરિયાણાની દુકાનો બંધ રહેશે. જો કોઈ વ્યક્તિ આદેશનો ભંગ કરશે તો તેની સામે કલમ આઈપીસીની વિવિધ કલમ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુ. કમિશનરનો આદેશ જાહેર થતાં જ અમદાવાદમાં જગ્યા જગ્યા એ  શાકભાજીની લારી અને કરિયાણાની દુકાનો અને પેટ્રોલપંપ પર એ લાંબી લાઈનો જોવા મળતી હતી. લોકો કારીયાણું અને શાકભાજી ખરીદ્વામાંતે રીત સર પડાપડી કરતા જોવા મળ્યા હતા. અને રહી વાત સોશિયલ ડિસ્ટન્સની તો સરેઆમ સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડતા નજરે પડ્યા હતા.

અમદાવાદના નવા મ્યુ. કમિશનર મુકેશ કુમારે એક મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં 15મી મે સુધી દૂધ અને દવા સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. નવા નિયમ આજે રાત્રે 12 વાગ્યાથી અમલી બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.