Not Set/ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો,છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,395 કેસ 30 દર્દીઓના મોત

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા કેસરા 9,395 નોંધાયા છે જ્યારે કોરોનાથી 30 લોકોના મોત નિપજ્યા છે

Top Stories Gujarat
10 23 રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો,છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,395 કેસ 30 દર્દીઓના મોત

રાજ્યમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો
રાજ્યમાં કોરોનાથી આજે 30 દર્દીઓના મોત
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 9,395 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 3582 કેસ
વડોદરામાં 1598, સુરતમાં 398 કેસ
રાજકોટમાં 522, ગાંધીનગરમાં 304 કેસ
છેલ્લા 24 કલાકમાં 16,066 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 91,320
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 11,65,243
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 10,52,222

દેશભરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં પણ કોરોનાના કેસમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા કેસરા 9,395 નોંધાયા છે જ્યારે કોરોનાથી 30 લોકોના મોત નિપ્જયા છે.કોરોનાથી મૃત્યુઆંક વધી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં ક્રમશ ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે.એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના કેસ 3582 નોંધાયા છે, જ્યારે વડોદરામાં 1589 અને સુરતમાં 398 અને રાજકોટમાં 522 કેસ સરકારી દફતરે નોંધાયા છે. ગાંધીનગરમાં 304 કેસ નોંધાયા છે. કોરોનાને માત આપીને સાજા થનારાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં 16,066 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં એકટિવ કેસોની સંખ્યા 91,320 નોંધાયા છે, રાજ્યમાં કુલ કેસનો આંકડો 11,65,243 નોંધાયા છે. જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યા 10,52,222 નોંધાયા છે.