MANTAVYA Vishesh/ ખેડુતોના દેશી જુગાડ, ગોળીથી બચવા બોરી, ડ્રોનને લપેટવા પતંગ, ટૂથપેસ્ટથી ટીયરગેસનું સોલ્યુશન શોધ્યું

હાલ શંભુ બોર્ડર પર લગભગ 15 હજાર ખેડૂતો હાજર છે, અને તેમને દિલ્હી તરફ જતા રોકવા માટે હથીયારોથી સજ્જ હરિયાણા પોલીસ તૈનાત છે. ત્યારે પોલીસના હથિયારોથી બચવા માટે ખેડૂતોએ કેવા દેશી જુગાડ કર્યા છે.જુઓ અમારા વિશેષ અહેવાલમાં

Top Stories Mantavya Exclusive Mantavya Vishesh
Mantavya Vishesh
  • શંભુ બોર્ડર પર 15 હજાર ખેડૂતો હાજર
  • ખેડુતોનો રોકવા હરિયાણા પોલીસ તૈનાત
  • હરિયાણા પોલીસ પાસે છે હથિયારો
  • ખેડૂતો પાસે માત્ર ઝંડા અને દેશી જુગાડ
  • ગોળીથી બચવા માટીની બોરીનો ઉપયોગ
  • ટીયરગેસથી બચવા ટૂથપેસ્ટનો ઉપયોગ
  • પતંગ વડે ડ્રોનથી બચાવ

@ધવલ પટેલ

હાલ શંભુ બોર્ડર પર લગભગ 15 હજાર ખેડૂતો હાજર છે. તેમને દિલ્હી તરફ જતા રોકવા માટે હરિયાણા પોલીસે 7 લેવલની બેરિકેડિંગ કરી છે.હરિયાણા પોલીસ પાસે હથિયારો છે. જ્યારે ખેડુતો પાસે માત્ર ઝંડા અને દેશી જુગાડ જ છે. ખેડૂતો અને હથિયારોથી સજ્જ સુરક્ષા દળો વચ્ચે માત્ર 100 મીટરનું અંતર છે. ખેડૂતોએ 13 ફેબ્રુઆરીએ પંજાબથી હરિયાણા તરફ જવાનું શરૂ કર્યું, ત્યારે હરિયાણા પોલીસે તેમને શંભુ બોર્ડર પર રોક્યા હતા. 15 દિવસ વીતી ગયા, પરંતું શંભુ બોર્ડર પર સંઘર્ષ ચાલી રહ્યો છે. ત્યારે વિરોધ કરી રહેલા ખેડૂતોને રોકવા માટે કોંક્રીટના બેરિયર, કાંટાળા તાર, રબરની ગોળીઓ, ડ્રોનથી ટીયરગેસના શેલ છોડવા, આ તમામ પ્રકારની પદ્ધતિઓ પોલીસે અપનાવી રહી છે. ત્યારે આપણે જાણીએ કે પાણી, માટી અને ટૂથપેસ્ટની મદદથી ખેડૂતો પોતાને કેવી રીતે ટીયરગેસથી બચાવી રહ્યા છે.

તો શંભુ બોર્ડર પર દરેક જગ્યાએ માટી ભરેલી બોરીઓ રાખવામાં આવી છે, અને વહેલી સવારથી ખેડૂતો માટીથી બોરીઓ ભરીને સીવવાનું શરૂ કરે છે. આ બોરીઓનો ઉપયોગ બંકર જેવી દીવાલો બનાવવા માટે થાય છે. ત્યારે અમૃતસરથી આવેલા 25 વર્ષીય પરનજિત સિંહ ભારતીય કિસાન યુનિયનનો ધ્વજ બતાવે છે અને કહે છે કે, ‘ખેડૂતો શાંતિથી આગળ વધવા માગે છે, પોલીસ લોકો અમારા ભાઈઓ છે. સરકાર અને પોલીસ પાસે હથિયારો છે. અમારી પાસે માત્ર એક લાકડી છે અને તેના પર સંગઠનનો ધ્વજ છે. હથિયારોનો મુકાબલો લાકડીથી નથી થઈ શકતો.

તો આ આંદોલનમાં ઘણા વૃદ્ધ ખેડૂતો પણ જોડાયા છે, અને ટીયરગેસ કે ગોળીબાર દરમિયાન તેઓ ભાગી શકતા નથી.ત્યારે તેઓ બોરીથી બનાવેલી દીવાલ પાછળ છુપાઈ જાય છે.બોરીઓમાં માટી ભરી રહેલા પરનજીતને જ્યારે એવું પુછવામાં આવે છે કે આનું શું કરશો? ત્યારે તેઓ જવાબ આપે છે કે, ‘અમે બોરીઓ માટીથી ભરીએ છીએ અને ઉપરથી સીવી નાખીએ છીએ. અમારા ગામમાંથી લોકો ટ્રેક્ટર-ટ્રોલીમાં માટી લાવી રહ્યા છે. તેના બે ઉપયોગો છે. પહેલા અમે આ બોરીઓથી દીવાલ બનાવી રહ્યા છીએ, જેથી તેની પાછળ રહીને અમે પોલીસની ગોળીઓથી બચી શકીએ. વધુમાં તેઓ કહે છે કે ‘આ સિવાય અમે આ બોરીઓ વડે પુલ બનાવીશું. હરિયાણા પોલીસ અમને આગળ વધવા નથી દેતી અને ખેડૂતોને રોકવા માટે પોલીસે ઘગ્ગર નદીમાં ખાડા ખોદ્યા છે.ત્યારે અમે આ બોરીઓ વડે ખાડાઓ ભરીશું અને આગળ વધીશું.

તો બીજી તરફ ખેડુતો ટીયરગેસથી બચવા માટે ટૂથપેસ્ટ, મુલતાની માટી અને પાણીમાં પલાળેલી બોરીનો ઉપયોગ કરી રહ્યા છે.શંભુ બોર્ડર પર પોલીસ ડ્રોનથી ટીયરગેસના શેલ છોડી રહી છે.જો કે, ખેડૂતોએ 29 ફેબ્રુઆરી સુધી દિલ્હી કૂચ મોકૂફ રાખી છે, તેથી હાલમાં ટીયરગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. તેમ છતાં, ખેડૂતો રક્ષણ માટે તેમના ચહેરા પર ટૂથપેસ્ટ લગાવે છે, અને સરહદ પર સ્વયંસેવકો તરીકે હાજર ખેડૂતો હંમેશાં ભીના કપડાથી તેમના ચહેરાને ઢાંકે છે..રે ખેડૂતો દ્વારા બાંધવામાં આવેલી સરહદની ચોકીદારી કરતો પરનજિત કહે છે કે, ‘ખેડૂતોએ પોલીસથી બચવા માટે કોઈ ખાસ તૈયારી કરી ન હતી.કેટલાક ખેડૂતો પાસે ગેસ માસ્ક અને હેલ્મેટ હતા, પરંતુ મોટાભાગના ખેડૂતો પલાળેલા કપડાંથી તેમના ચહેરાને ઢાંકતા હતા. તો ‘પોલીસ ટીયરગેસ વડે હુમલો કરી રહી છે. આ ગેસના કારણે ચહેરા પર બળતરા થાય છે અને ચહેરો ફાટી ગયો હોય એવું લાગે છેસ, તો ઓક્સિજનની અછતને કારણે ગૂંગળામણલ પણ થાય છે, ત્યારે અમે ચહેરા પર મુલતાની માટી અને ટૂથપેસ્ટ લગાવીએ છીએ આનાથી ચહેરો ઠંડો રહે છે. તો ‘કેટલાક ખેડૂતો પાસે ગેસ માસ્ક અને ગોગલ્સ છે, પરંતુ મોટાભાગના ખેડૂતો ગરીબ છે. તેઓ પોતાને બચાવવા માટે ઘરગથ્થુ ઉપાયોનો ઉપયોગ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ કપડાં અથવા રૂમાલને ભીંજવે છે અને તેને ચહેરા પર બાંધે છે. આ સિવાય સર્જિકલ માસ્ક પહેરીએ છીએ, પરંતુ તેનાથી વધારે ફાયદો થતો નથી.

તો કૈથલથી આવેલા 27 વર્ષીય ગુરવિંદર સિંહ કહે છે કે, ‘પોલીસ 13 ફેબ્રુઆરીથી અમને હેરાન કરી રહી છે.અમે શાંતિથી દિલ્હી તરફ આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન ખેડૂતોએ કેટલાક બેરિકેડ તોડી નાખ્યા હતા, અને આ પછી પોલીસે અમારા પર ટીયરગેસના શેલ છોડ્યા હતા.અમે બે દિવસથી ખૂબ જ પરેશાન હતા અને હવે અમે ઉકેલ શોધી લીધો છે. જ્યાં પણ ટીયરગેસના શેલ પડે છે ત્યાં અમે તેના પર ભીની બોરીઓ ફેંકીએ છીએ. પછી તેને પગ વડે કચડી નાખીએ છીએ. જેના કારણે ધુમાડો ફેલાતો નથી અને તેની અસર દૂર થાય છે.

એક ખેડુત કહે છે કે, ‘પોલીસ પાસે હથિયાર છે અને અમે નથી ઈચ્છતા કે કોઈ ખેડૂતને નુકસાન થાય. તાજેતરમાં જ પોલીસ ગોળીબારમાં ખેડૂતનો જીવ ગયો હતો. તેથી ખેડૂતોએ પોલીસથી દૂર રહેવું જોઈએ, તેથી દરેક જૂથમાં સ્વયંસેવકોની ડ્યૂટી મૂકવામાં આવી છે. ડ્યૂટી સવારે 10થી બપોરના 2 વાગ્યા સુધી છે.ખેડૂતો પોલીસથી દૂર રહે, તેથી દરેક ગ્રુપ સ્વયંસેવકોને ક્યુટી પર લગાવે છે. ડ્યુટી સવારે 10થી બપોરના 2 વાગ્યા સુધી છે. દરરોજ એક જિલ્લાની ડ્યુટી લગાવવામાં આવી રહી છે.તો ટીયરગેસથી બચવા અંગે તેઓ કહે છે કે, ‘ટીયરગેસ આંખો અને ગળાને અસર કરે છે, તેથી અમે પાણીના ટેન્કરો લગાવ્યા છે, અને પાણીની બોટલોમાં મીઠું ભરેલું છે, મીઠું ગળામાં થતી બળતરાને ઘટાડે છે.

તો પોલીસ ખેડુતો પર ગોળીબાર કરી રહિ છે તે જોઈ ખેડુતોએ ટ્રેક્ટરની પાછળ મોટો પંખો લગાવ્યો અને શંભુ બોર્ડર પર આવ્યા હતા.’જ્યારે પણ પોલીસ ટીયરગેસના શેલ છોડે છે, ત્યારે ટ્રેક્ટરમાં લગાવેલા પંખાને ચાલુ કરવામાં આવે છે, અને જેનાથી ધુમાડો બીજી તરફ ઊડે છે. આ માત્ર ખેડૂતોને બચાવવા માટે છે કરવામાં આવે, પોલીસ પર હુમલો કરવા માટે નથી કરવામા આવતું.તો ‘ખેડૂતો ફક્ત તે જ વસ્તુઓનો ઉપયોગ કરે છે જે તેમના ખેતરમાં ઉપયોગી છે.

હરદેવ નામના ખેડુત કહે છે, ‘ખેડૂતો લાઠીચાર્જથી ડરતા નથી, પણ પોલીસ ગોળીબાર કરી રહી છે. તેમની પાસે હથિયારો છે,અને ખેડૂતો પાસે કોઈ હથિયાર નથી. જો 10 પોલીસવાળા પણ બંદૂક લઈને આવે તો 10 હજાર ખેડૂતો તેમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં.પોલીસ ડ્રોનનો પણ ઉપયોગ કરી રહિ છે ત્યારે ફતેહગઢ સાહિબથી આવેલ 19 વર્ષનો હરમનજોત અને તેના સાથીઓ પોલીસ ડ્રોનને પતંગની દોરીમાં લપેટીને તેને નીચે લાવવાનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત ખેડૂતો ડ્રોનનો સામનો કરવા માટે ગુલેલનો પણ ઉપયોગ કરી રહ્યા છે.હરમન જણાવે છે કે, ‘અમારા ગામમાં વસંત પંચમીના દિવસે પતંગ ઉડાડવામાં આવે છે..વસંત પંચમીના વધેલા પતંગોને અમે અમારા ખાલી સમયમાં ઉડાડવા માટે શંભુ બોર્ડર લાવ્યા હતા. તેના પરથી એવો વિચાર આવ્યો કે પતંગની મદદથી પોલીસના ડ્રોનથી બચી શકાય છે.પોલીસ ડ્રોનથી ખેડૂતો પર ટીયરગેસના શેલ છોડી રહી છે, અને અમે ડ્રોનને પતંગમાં ફસાવીને નીચે ખેંચીએ છીએ.

તો તરનતારનના ખેડૂત મેજર સિંહ શંભુ પોકલેન મશીન બોર્ડર પર લાવ્યા છે.તેમણે આ યંત્રમાં આંદોલન માટે ફેરફાર કર્યા છે. મેજર સિંહનો દાવો છે કે મશીનની કેબિન બુલેટપ્રૂફ છે, અને તેને AK 47 કે કોઈ બુલેટથી અસર થશે નહીં.21 ફેબ્રુઆરીએ ખેડૂતોએ દિલ્હી જવાનું નક્કી કર્યું, ત્યારબાદ આ મશીનને સૌથી આગળ રાખવાની યોજના હતી. તેની પાછળ જેસીબી અને ટ્રેક્ટર-ટ્રોલીઓ ચાલતી હતી. મેજર સિંહ કહે છે, ‘પોલીસે રોડ પર સળિયા વડે બેરિકેડ કરી દીધા છે. આ મશીન તેને તોડી નાખશે. જેસીબી પાછળ આવશે અને ખેડૂતો તેની પાછળ આવતા રહેશે.

ત્યારે કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પોલીસે ખેડૂતોને રોકવા માટે લાંબી રેન્જના એકોસ્ટિક ઉપકરણો એટલે કે સાઉન્ડ કેનન પણ લગાવવામાં આવી છે. આ ખાસ પ્રકારના લાઉડસ્પીકર છે, જે મોટેથી અવાજ કાઢે છે. તેના અવાજનું સ્તર લગભગ 160 ડેસિબલ્સ છે, જ્યારે માનવીની સાંભળવાની ક્ષમતા 50-60 ડેસિબલ સુધી છે.તો સાઉન્ડ કેનનથી બચવા ખેડૂતો ઇયર પ્લગ લાવ્યા છે.. જો કે, અત્યાર સુધી સાઉન્ડ કેનનના ઉપયોગની પુષ્ટિ થઈ નથી.

હરિયાણા અને પંજાબના લગભગ 15 હજાર ખેડૂતો શંભુ બોર્ડર પર હાજર છે, ત્યારે અહીં લગભગ 5 કિલોમીટર સુધી ટ્રોલીની છ લાઇન છે, અને જેમાં ખેડૂતોના રહેવાની વ્યવસ્થા છે. ત્યારે હરિયાણા સરકાર નથી ઈચ્છતી કે પંજાબના ખેડૂતો તેમની સરહદે આવે તેથી હરિયાણા પોલીસે બેરિકેડ લગાવી દીધા છે. હરિયાણા પોલીસ ઉપરાંત બીએસએફ અને રેપિડ એક્શન ફોર્સ પણ તહેનાત છે. જોકે, હરિયાણાના 7 જિલ્લા અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસામાં મોબાઈલ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે, અને 11 ફેબ્રુઆરીથી અહીં ઈન્ટરનેટ બંધ હતું.અત્રે ઉલ્લેખનીય છે કે આંદોલન દરમિયાન 5 ખેડૂતો, 3 પોલીસકર્મીઓ સહિત 8નાં મોત થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે

આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા