Indian Railway/ રેલવેના મુસાફરો માટે આનંદના સમાચાર, ટ્રેનોમાં મળશે વાઇ-ફાઇની સુવિધા

વર્તમાન સમયમાં ઇન્ટરનેટ એ લોકોના જોડાણ માટેનું મહત્વનું માધ્યમ બની રહ્યું છે. ઇન્ટરનેટ વિનાનાં જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે.ત્યારે રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે ઈન્ડિયન રેલવેએ ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે કે જેના

Top Stories
railway wifi રેલવેના મુસાફરો માટે આનંદના સમાચાર, ટ્રેનોમાં મળશે વાઇ-ફાઇની સુવિધા

વર્તમાન સમયમાં ઇન્ટરનેટ એ લોકોના જોડાણ માટેનું મહત્વનું માધ્યમ બની રહ્યું છે. ઇન્ટરનેટ વિનાનાં જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે.ત્યારે રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે ઈન્ડિયન રેલવેએ ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે કે જેના કારણે મુસાફરી વખતે ડિસ્કનેક્ટિવિટીની સુવિધા પર પૂર્ણવિરામ મૂકાઈ જશે્રે.લવે વિભાગ  દ્વારા લોકોને મુશ્કેલી ન પડે તે માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને વધુ એક સુવિધા મળશે. રેલવેએ આ માટેની તૈયારીઓ સંપૂર્ણ કરી લીધી છે. મુસાફરી દરમિયાન ઘણીવાર ટ્રેનોમાં સિગ્નલની સમસ્યા થતી રહે છે જેના કારણે આપણને ટ્રેનમાં ઇન્ટરનેટ  ચલાવવામાં ઘણી મુશ્કેલી થતી રહે છે. આ સમસ્યા અંગે રેલવે હવે ટૂંક સમયમાં કેટલીક ટ્રેનોમાં Wi Fi સુવિધા શરૂ કરવા જઈ રહી છે.

bfvhrgfq રેલવેના મુસાફરો માટે આનંદના સમાચાર, ટ્રેનોમાં મળશે વાઇ-ફાઇની સુવિધા

Covid-19 / વધતા કોરોનાનાં કેસ પર તમિલનાડુ સરકારનું કડક વલણ, આ તારીખ સુધી વધાર્યુ Lockdown

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણેદેશભરમાં રાજધાની, શતાબ્દી  અને દુરંતો એક્સપ્રેસમાં વાઇ-ફાઇ સુવિધા ઉપલબ્ધ થશે. જેમાં મુરાદાબાદ રેલ્વે વિભાગમાંથી પસાર થતી બે શતાબ્દી અને બે રાજધાની એક્સપ્રેસ ટ્રેનોનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં 27 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. એપ્રિલ પછી ટ્રેનો પર Wi-Fi સિસ્ટમ્સ ઇન્સ્ટોલ થવાનું શરૂ થશે. ફેબ્રુઆરીમાં રજૂ થયેલા બજેટમાં દેશભરમાં 50 રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસમાં Wi-Fi સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવા માટે 55 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં રૂ .27 કરોડનું બજેટ પણ ફાળવવામાં આવ્યા છે. 31 માર્ચ, 2022 પહેલાં તે Wi-Fi ઇન્સ્ટોલ કરવા માટે ખર્ચ કરવામાં આવશે. રેલ્વેએ તેનું કામ રેલટેલને સોંપ્યું છે.

Political / વડાપ્રધાન મોદી જમીન સાથે જોડાયેલા નેતા, કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે કર્યા વખાણ

મુરાદાબાદ રેલ્વે વિભાગના મુખ્ય જનસંપર્ક અધિકારી દીપક કુમારે જણાવ્યું કે રાજધાની, શતાબ્દી, દુરંતોમાં ટૂંક સમયમાં ટ્રેનોમાં Wi Fi સુવિધા મળશે. ઉલ્લેખનિય છે કે રેલ્વે કોરોના કાળમાં ઘણી ઓછી ટ્રેનો ચલાવી રહ્યું છે. મુસાફરોની સુવિધા માટે, કેટલીક સ્પેશિયલ ટ્રેનોને વચ્ચે-વચ્ચે લંબાવવામાં આવી રહી છે જેથી મુસાફરોને વધુ સીટો મેળી શકે અને ટૂંક સમયમાં વેઇટિંગ ટિકિટની સમસ્યામાંથી મુક્તિ મળી શકે. અહીં, રેલ્વેને ઘણી લોકલ ટ્રેનો ચલાવવાની પણ મંજૂરી છે જેથી મુસાફરોને ટૂંકા અંતર માટે વધારે મુશ્કેલી ન પડે.

ffdgfggf રેલવેના મુસાફરો માટે આનંદના સમાચાર, ટ્રેનોમાં મળશે વાઇ-ફાઇની સુવિધા

મતદાન / “મધર ઇન્ડિયા” ફિલ્મમાં નરગીસના ડમીનું પાત્ર ભજવનાર આ 75 વર્ષીય બા એ કર્યું મતદાન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…