Covid-19/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 11,106 નવા કોરોનાનાં કેસ, જાણો ક્યા પહોંચ્યો મૃત્યુઆંક

શુક્રવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં કોવિડ-19નાં 11,106 નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 459 લોકોના મોત થયા છે.

Top Stories India
દેશમાં કોરોનાનાં કેસ

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનાં કેસ વધીને 25.59 કરોડ થઈ ગયા છે. વિશ્વભરમાં, મહામારીની પકડમાં 51.3 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. મહામારી સામે ચાલી રહેલા રસીકરણ હેઠળ, વૈશ્વિક સ્તરે અત્યાર સુધીમાં 7.59 અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. શુક્રવારે જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, વર્તમાન વૈશ્વિક કેસ 255,994,694, મૃત્યુઆંક 5,131,102 છે અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે 7,596,483,034 છે.

આ પણ વાંચો – મોટા સમાચાર / ખેડૂતોનું આંદોલન સફળ, PM મોદીએ 3 કૃષિ કાયદા પાછો ખેંચવાનો કર્યો નિર્ણય

CSSE મુજબ, અમેરિકા વિશ્વમાં સૌથી વધુ 47,528,607 કેસ અને 768,658 મૃત્યુ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. કોરોના વાયરસનાં કેસમાં ભારત બીજા નંબરનો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. જણાવી દઇએ કે, શુક્રવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં કોવિડ-19નાં 11,106 નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 459 લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 12,789 વધુ લોકો આ રોગમાંથી સ્વસ્થ થયા છે અને સક્રિય કેસલોડ 1,26,620 છે. દેશમાં હવે કુલ કેસોની સંખ્યા 3,44,89,623 છે, સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 3,38,97,921 છે અને મૃત્યુઆંક વધીને 4,65,082 થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 રસીનાં ડોઝની કુલ સંખ્યા 1,15,23,49,358 છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 72,94,864 ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો – Lunar Eclipse 2021 / વર્ષનું અંતિમ અને આંશિક ચંદ્રગ્રહણ આજે, જાણો કઇ રાશિને કરશે અસર