Not Set/ માલ્યાએ PM મોદીને લખેલી ચિઠ્ઠી કરી સાર્વજનિક, કહ્યું, “મને બેન્કના ગોટાળાનો પોસ્ટર બોય બનાવવામાં આવ્યો”

નવી દિલ્હી, દેશની અનેક બેન્કોને ૯ હજાર રૂપિયાથી પણ વધુ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર વિજય માલ્યાએ પોતાની લોન ન ભરપાઈ કરવા અંગેની એક ચિઠ્ઠી બે વર્ષ બાદ સાર્વજનિક કરી છે. ૫ એપ્રિલ, ૨૦૧૬ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરુણ જેટલીને લખેલી ચિઠ્ઠી અંગે વિજય માલ્યાએ જણાવ્યું, “તેઓને બેન્કના ગોટાળાનો પોસ્ટર બોય બનાવવામાં આવ્યો છે“. વિજય […]

Top Stories India Trending
15257926725af1bfa0d1ed7 માલ્યાએ PM મોદીને લખેલી ચિઠ્ઠી કરી સાર્વજનિક, કહ્યું, "મને બેન્કના ગોટાળાનો પોસ્ટર બોય બનાવવામાં આવ્યો"

નવી દિલ્હી,

દેશની અનેક બેન્કોને ૯ હજાર રૂપિયાથી પણ વધુ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર વિજય માલ્યાએ પોતાની લોન ન ભરપાઈ કરવા અંગેની એક ચિઠ્ઠી બે વર્ષ બાદ સાર્વજનિક કરી છે. ૫ એપ્રિલ, ૨૦૧૬ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરુણ જેટલીને લખેલી ચિઠ્ઠી અંગે વિજય માલ્યાએ જણાવ્યું, “તેઓને બેન્કના ગોટાળાનો પોસ્ટર બોય બનાવવામાં આવ્યો છે“.

વિજય માલ્યાએ ટ્વીટ દ્વારા જણાવ્યું, બે વર્ષ થયા બાદ જે ચિઠ્ઠી લખવામાં આવી હતી તે અંગે જવાબ મળ્યો નથી, જેથી આ માહિતીને યોગ્ય સંદર્ભમાં રજૂ કરવા માટે હું આ પત્ર સાર્વજનિક કરી રહ્યો છું”.

આ ઉપરાંત ૯૦૦૦ કરોડના કૌભાંડીએ પોતાના ટ્વીટમાં દાવો કર્યો છે કે, તેઓએ ૫ એપ્રિલ, ૨૦૧૬ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરુણ જેટલીને ચિઠ્ઠી લખી હતી, પરંતુ બે વર્ષના સમય બાદ કોઈ જવાબ આપવામાં ન આવતા હું આ ચિઠ્ઠી રિલીઝ કરી રહ્યો છું.

પોતાના પત્રમાં વિજય માલ્યાએ બેંકો સાથે થયેલા કરાર અંગે પણ જણાવ્યું છે. સાથે સાથે તેઓએ કહ્યું, તે ન માત્ર રાજકારણનું પણ CBI અને ED સહિતની તપાસ એજન્સીઓનો એક મોહરો બની ગયા છે.

વિજય માલ્યાએ છ બિંદુઓ સાથે પોતાનો એક વિસ્તૃત પક્ષ રાખ્યો છે. માલ્યાએ બેંક, વિલફુલ ડિફોલ્ટરના આરોપ, કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓ. CBIની ચાર્જસીટ, ED દ્વારા જપ્ત કરવામાં સંપત્તિ અંગે જણાવ્યું છે.

માલ્યાએ જણાવ્યું, “નેતા અને મીડિયામારી પર એ પ્રકારના આરોપો લગાવતા રહ્યા છે કે હું કિંગફિશર એરલાઇન્સને આપવામાં આવેલા ૯૦૦૦ કરોડ રૂપિયાની લોન લઈને ભાગી ગયો છું. લોન આપવાવાળી કેટલીક બેંકોએ મને જાણી જોઇને લોન ચુકવનાર પણ ઘોષિત કરી દીધો છે. તપાસ એજન્સી CBI અને EDને સરકાર અને બેંકોના ઈશારા પર તેઓ વિરુધ કોઈ પણ પ્રકારની પૃષ્ટિ વગરની ખોટી ચાર્જસીટ દાખલ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, ૬૨ વર્ષીય દારૂ વ્યવસાયી વિજય માલ્યા જે બેંકોના ૯૦૦૦ કરોડ રૂપિયાથી વધુ લોન લીધી હતી. આ બેન્કોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, IDBI બેંક, બેંક ઓફ બરોડા, અલ્હાબાદ બેંક અને ફેડરલ બેંક અને એક્સિસ બેંકનો સમાવેશ થાય છે.

જો કે ત્યારબાદ આ બેન્કોને લોન ભરપાઈ ન કર્યા બાદ રકમની વસુલી કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા ત્યારે વિજય માલ્યા ઈંગ્લેંડ ભાગી ગયો છે અને ત્યારથી જ આ મામલે તેઓના પ્રત્યાર્પણ કરવા માટે સરકાર દ્વારા કોશિશ કરાઈ રહી છે.