Not Set/ MJ લાઈબ્રેરી, વીએસ હોસ્પિટલ તથા AMTSનું બજેટ મંજૂર

કોરોનાં સમયમાં મૃત્યુ પામેલા કોઈ બાળકના માતા પિતા માંથી કોઈ એકનું મૃત્યુ થયું હોય તેવા બાળકને એક વર્ષ માટે ફ્રીમાં મુસાફરી કરવામાં આવશે.

Top Stories Ahmedabad Gujarat
MJ લાઈબ્રેરી, વીએસ હોસ્પિટલ તથા AMTSનું બજેટ મંજૂર

અમદાવાદ મહાનગરપાલિકાનું 2022-23નું મેયર કિરીટ પરમાર દ્વારા સુધારા સાથેનું ડ્રાફટ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં એમ જે લાઈબ્રેરી વીએસ હોસ્પિટલ તથા AMTSનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ખાસ તો વીએસ હોસ્પિટલને શરૂ કરવા બાબતે તેમજ હોસ્પિટલમાં બીજી સુવિધાઓને સજ્જ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત 184 કરોડ 82 લાખનું બજેટ ફાળવવામાં આવ્યા છે. જેમાં રેકર્ડનું ડિજિટલાઈઝેશન, નવા બિલ્ડિંગના નવીકરણ માટે ઉપરાંત મેડિકલ કોલેજને પ્રાયોરીટી આપવામાં આવી છે. જ્યારે AMTSનું 7 કરોડના સુધારા સાથે 536.14 કરોડનું મંજૂર કરવામાં આવ્યુ છે. જ્યારે એમ જે લાઈબ્રેરીનું 17 કરોડ 13 લાખ 25 હજારનું બજેટ મંજૂર કરવામાં આવ્યુ છે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2022-23 નું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું જેમાં એમજે લાઈબ્રેરી, વીએસ હોસ્પિટલ અને AMTS નું બજેટ દ્વારા મંજુર કરવામાં આવ્યું. ચેરમેન દ્વારા મુકવામાં આવેલ બજેટમાં સુધારા સાથે અને વધારા સાથે મંજુર કરવામાં આવ્યું.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોના હિત માટે બજેટ મુકવામાં આવતા હોય છે ત્યારે શહેરીજનોના વિકાસને ધ્યાને લઈને એમજે લાઈબ્રેરી, વીએસ હોસ્પિટલ અને AMTS નું બજેટ મજુર કરાયું.  આ બજેટમાં ખાસ તો વીએસ હોસ્પિટલ ને ફરી શરુ કરવા બાબતે તેમજ હોસ્પિટલમાં બીજી સુવિધાઓને સજ્જ કરતુ બજેટ રજુ કરવામાં આવ્યું.  ઉપરાંત 184 કરોડ 82 લાખનું બજેટ મુકાયું.  જેમાં રેકર્ડનું ડિજિટલાઇઝેશન, નવા બિલ્ડીંગના નવીનીકરણ માટે ઉપરાંત મેડિકલ કોલેજ જેવા કામોને પ્રાયોરિટી માટે બજેટને આવરી લેવામાં આવ્યું છે.

તો વિપક્ષ નેતા શેહઝાદ પઠાને વીએસ હોસ્પિટલ ને કોંગ્રેસ દ્વારા 2 વર્ષ પહેલા કરવામાં આવેલ વિરોધના લીધે જ ફરી શરુ કરવામાં આવી રહી છે ના આક્ષેપ કાર્ય હતા. ત્યારે ખોટ કરતી ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા 7 કરોડના સુધારા સાથે 536.14 કરોડનું મંજુર કરવામાં આવ્યું છે.  જેમાં કોરોનાં સમયમાં મૃત્યુ પામેલા કોઈ બાળકના માતા પિતા માંથી કોઈ એકનું મૃત્યુ થયું હોય તેવા બાળકને એક વર્ષ માટે ફ્રીમાં મુસાફરી કરવામાં આવશે.

ના હોય… / સહારાના રણમાં ચોંકાવનારી ઘટના! તપતી રેતી પર હિમવર્ષા, વૈજ્ઞાનિકોએ કહ્યું, …

Science / James Webb Telescope પૃથ્વીથી 1.6 મિલિયન કિમી દૂર સ્થિત…10 દિવસમાં પ્રથમ ચિત્ર!

Alert! / દેશમાં મોટાભાગના કોરોના દર્દીઓ ઓમિક્રોન સંક્રમિત , ત્રીજી  લહેરમાં વધી શકે છે દર્દીઓ

Afghanistan Crisis / લોકો બે ટંકના ભોજન માટે દીકરી અને કિડની વેચવા બન્યા મજબૂર