jamnagar airport/ અનંત અને રાધિકા પ્રિ-વેડિંગ સેરેમનીના કારણે જામનગર એરપોર્ટે સર્જ્યો રેકોર્ડ, 140 ફલાઈટે કરી આવન-જાવન

જામનગર એરપોર્ટ રેકોર્ડ સર્જ્યો છે. અનંત અને રાધિકા પ્રિ-વેડિંગ સેરેમનીના કારણે જામનગર એરપોર્ટ પર હાઈએસ્ટ ફ્લાઈટ મુવમેન્ટનો રેકોર્ડ નોંધાયો. જામનગરમાં અત્યારે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પ્રે-વિડંગ સેરેમનીની ત્રણ દિવસ ઉજવણી થઈ રહી છે.

Gujarat Top Stories Others
YouTube Thumbnail 2024 03 02T134245.669 અનંત અને રાધિકા પ્રિ-વેડિંગ સેરેમનીના કારણે જામનગર એરપોર્ટે સર્જ્યો રેકોર્ડ, 140 ફલાઈટે કરી આવન-જાવન

ગુજરાત : જામનગર એરપોર્ટ રેકોર્ડ સર્જ્યો છે. અનંત અને રાધિકા પ્રિ-વેડિંગ સેરેમનીના કારણે જામનગર એરપોર્ટ પર હાઈએસ્ટ ફ્લાઈટ મુવમેન્ટનો રેકોર્ડ નોંધાયો. જામનગરમાં અત્યારે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પ્રે-વિડંગ સેરેમનીની ત્રણ દિવસ ઉજવણી થઈ રહી છે. માર્ચ મહિનાની 1,2 અને 3 તારીખે યોજાઈ રહેલ અનંત-રાધિકાના પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા દેશ-વેદિશના મહેમાનોનો જામનગરના આંગણે જોવા મળ્યા. દેશના ટોચના ઉદ્યોગપતિથી લઈને બોલીવૂડ સ્ટાર્સ અને ક્રિકેટર્સના આગમનના કારણે જામનગર એરપોર્ટ ખાતે ફલાઇટ હેન્ડલસનો રેકોર્ડ નોંધાયો છે. ઇવેન્ટના પ્રથમ દિવસે 140 જેટલા વિમાનોની અવર-જવર જોવા મળી.

content image b085097b e9ce 4c70 832d c3ba5a1d37fa અનંત અને રાધિકા પ્રિ-વેડિંગ સેરેમનીના કારણે જામનગર એરપોર્ટે સર્જ્યો રેકોર્ડ, 140 ફલાઈટે કરી આવન-જાવન

જામનગરમાં શુક્રવારના રોજ 70 ફલાઇટ લેન્ડ થઈ હતી. જેમાં 70 પૈકીની 14 ઇન્ટરનેશનલ ફ્લાઈટ હતી. જ્યારે ગુરૂવારના રોજ 35 ફ્લાઈટ લેન્ડ થઈ હતી. અને આ 35 ફલાઈટો પૈકી 8 ઇન્ટરનેશનલ ફ્લાઈટ હતી. જ્યારે આજે 22 જેટલી ફ્લાઈટ લેન્ડ થશે. અનંત-રાધિકાના પ્રિ-વેટિંગ સેરેમનીને લઈને જામનગર એરપોર્ટ પર મહેમાનોનું ગુજરાતી ગીત-સંગીત અને રાસ ગરબાની રમઝટ સાથે આવકાર આપવામાં આવી રહ્યો છે. રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં હાજરી આપવા વિશ્વના ટોચના બિઝનેસમેન, પોલિટિયન અને એન્ટરટેઇનમેન્ટ જગતના દિગ્ગજો મહેમાન બન્યા છે.

Record breaking landing and take off at Jamnagar airport in a single day! |  Sandesh

અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ સેરેમનીને લઈને જામનગર એરપોર્ટને 10 દિવસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરી દેવાયું છે. અનંતના પ્રિ-વેડિંગ સેરમનીને લઈને જામનગરમાં 25 ફેબ્રુઆરીથી જ આંતરરાષ્ટ્રીય ફલાઈટોનું આગમન શરી થઈ ગયું હતું. ત્રણ દિવસની આ ઈવેન્ટમાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ, હોલીવૂડ સિંગર રિહાન્ના અને ઇવાંકા ટ્રમ્પ જેવા વિદેશી મહેમાનોને જામનગરની મુલાકાત લીધી. પ્રિ-વેડિંગ ઇવેન્ટના પ્રથમ દિવસે રિહાન્નાનો કોન્સર્ટ હતો તેમાં આખું બોલીવૂડ ઉમટી પડ્યું હતું. શુક્રવારના દિવસે સૌથી વધુ 140 જેટલા વિમાનોની અવર-જવર જામનગર એરપોર્ટ પર જોવા મળી. આજે બીજા દિવસે પણ વિવિધ ક્ષેત્રના લોકો જામનગરની મુલાકાત લેશે. નોંધનીય છે કે અનંત-રાધિકના પ્રી વેડિંગ સેરેમનીનું 1,2 અને 3 માર્ચ દરમ્યાન જામનગરમાં આયોજન થઈ રહ્યું છે. આ ઇવેન્ટને પગલે જામનગર એરપોર્ટને 25 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધીમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરતા તે પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat unseasonalrain/ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો, પાક બચાવવા કૃષિ વિભાગનું સૂચન

આ પણ વાંચો: Gujrat/નર્મદામાં ગાંજાનો ગેરકાયદેસર વેપાર, જથ્થા સાથે ઝડપાયો એક શખ્સ

આ પણ વાંચો:ગુજરાત/જૂનાગઢનો લાડો અને પોલેન્ડની લાડી, ગુજરાતમાં કરશે ભારતીય સંસ્ક્રુતિથઈ લગ્ન