Not Set/ વડોદરા : ગેરકાયદેસર પાણીના કનેકશન કાપવા મામલે સ્થાનિકોએ કોર્પોરેશનની ટીમનો કર્યો ટપલી દાવ

વડોદરા. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ગેરકાયદેસર પાણી કનેકશન કાપવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વડોદરાના  આજવા ચોકડી પાસેની તક્ષ આંગન સોસાયટીમાં ગેરકાયદેસર પાણીના કનેકશન કાપવા માટે ગયેલા કોર્પોરેશનની ટીમનો સ્થાનિક રહીશોએ ઘેરાવ કરી ટપલીદાવ કર્યો હતો. સ્થાનિક રહીશોએ હોબાળો મચાવતા વિરોધ કર્યો હતો કે નજીકમાં આવેલી સ્કૂલ અને કોલેજના પાણીના કનેકશનો કાપો પછી […]

Gujarat Vadodara Trending
vdr વડોદરા : ગેરકાયદેસર પાણીના કનેકશન કાપવા મામલે સ્થાનિકોએ કોર્પોરેશનની ટીમનો કર્યો ટપલી દાવ

વડોદરા.

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ગેરકાયદેસર પાણી કનેકશન કાપવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

વડોદરાના  આજવા ચોકડી પાસેની તક્ષ આંગન સોસાયટીમાં ગેરકાયદેસર પાણીના કનેકશન કાપવા માટે ગયેલા કોર્પોરેશનની ટીમનો સ્થાનિક રહીશોએ ઘેરાવ કરી ટપલીદાવ કર્યો હતો.

સ્થાનિક રહીશોએ હોબાળો મચાવતા વિરોધ કર્યો હતો કે નજીકમાં આવેલી સ્કૂલ અને કોલેજના પાણીના કનેકશનો કાપો પછી અમારી સોસાયટીના કનેકશન કાપો. અધિકારી ને બચાવવા પોલીસ વિભાગે ઘટના સ્થળે પહોચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવો પડ્યો હતો

સોસાયટીના રહીશો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં અધિકારીઓએ બાપોદ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને સોસાયટીના રહીશો તેમજ કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે દરમિયાનગીરી કરીને મામલો થાડે પાડ્યો હતો. જોકે, કોર્પોરેશનને લોકોનો રોષ જોઇને તક્ષ આંગણ સોસાયટીના ગેરકાયેદસર પાણીના કનેકશન કાપ્યા વિના પરત ફરવાની ફરજ પડી હતી.