Anant-Radhika Pre-Wedding Ceremony/ જામનગરમાં કેમ યોજાઈ રહી છે અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની, અનંતે આપ્યો ખુલાસો, સેરેમનીમાં જામ્યો મહેમાનોનો જમાવડો

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ વર્ષે જુલાઈમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, પરંતુ તે પહેલા અંબાણી પરિવારે એક ભવ્ય પ્રિ-વેડિંગનું આયોજન કર્યું છે.

Trending Breaking News Entertainment
YouTube Thumbnail 2024 03 02T122102.993 જામનગરમાં કેમ યોજાઈ રહી છે અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની, અનંતે આપ્યો ખુલાસો, સેરેમનીમાં જામ્યો મહેમાનોનો જમાવડો

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ વર્ષે જુલાઈમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, પરંતુ તે પહેલા અંબાણી પરિવારે એક ભવ્ય પ્રિ-વેડિંગનું આયોજન કર્યું છે. અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ સેરેમની ગુજરાતના જામનગરમાં યોજાઈ રહી છે.

Anant Ambani, Radhika Merchant's pre-wedding celebrations begin with 'anna seva' - TheDailyGuardian

જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શન્સ યોજાવા જઈ રહ્યા છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના જામનગરમાં ક્રિકેટર્સ, સ્ટાર્સ અને દિગ્ગજ મહેમાનોની ભરમાર જોવા મળી છે. આ ભવ્ય સમારોહમાં ભાગ લેવા માટે મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી સહિત દેશ- વિદેશના સ્ટાર્સ જામનગર પહોંચી રહ્યા છે. જણાવી દઈએ કે અનંત અને રાધિકાએ જાન્યુઆરી 2023માં સગાઈ કરી હતી. અને આગામી 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત-રાધિકાના લગ્ન મુંબઈમાં થશે.

Anant Ambani & Radhika Merchant's Pre-Wedding Invite Goes Viral; Read Details

અનંત અંબાણીએ કર્યો ખુલાસો

જામનગરમાં કેમ અનંત-રાધિકાની પ્રિ-વેડિંગ સેરેમની ઉજવાઈ રહી છે તેને લઈને લોકોમાં ઉત્સુકતા જોવા મળી. આ અંગે અનંત અંબાણીએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે. અનંત અંબાણીએ ખુલાસો કર્યો છે કે તેમના લગ્નનું ફંક્શન જામનગરમાં યોજવા પાછળનું મુખ્ય કારણ છે કે તેમનું વતન જામનગર છે.

Rare And Unseen Picture Of Dhirubhai Ambani And Kokilaben Ambani From Their Younger Days

અને તેમની દાદીનો જન્મ જામનગરમાં થયો હતો. તેમજ તેમના દાદા ધીરુ ભાઈ અંબાણી અને પિતા મુકેશ અંબાણીએ પોતાના વતન જામનગરથી જ પોતાના બિઝનેસની શરૂઆત કરી હતી. આવી સ્થિતિમાં, તેમને આ જગ્યા ખૂબ જ પસંદ છે, જેના કારણે અહીં લગ્નના ફંક્શન યોજવામાં આવે છે. આથી જ તેમને જામનગર સાથે ખાસ લગાવ છે.

અનિલ અંબાણી સહિત મહેમાનનો જમાવડો

A 6 જામનગરમાં કેમ યોજાઈ રહી છે અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની, અનંતે આપ્યો ખુલાસો, સેરેમનીમાં જામ્યો મહેમાનોનો જમાવડો

અનંત-રાધિકાની પ્રિ-વેડિંગ સેરેમનીમાં ભાગ લેવા મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પણ તેમની પત્ની ટીના અંબાણી અને પુત્રો સાથે સેલિબ્રેશનમાં ભાગ લેવા જામનગર પહોંચ્યા છે. પારિવારિક સભ્યો ઉપરાંત ગુરુવારથી જામનગરમાં મહેમાનોનો જમાવડો જોવા મળ્યો.

A 2 જામનગરમાં કેમ યોજાઈ રહી છે અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની, અનંતે આપ્યો ખુલાસો, સેરેમનીમાં જામ્યો મહેમાનોનો જમાવડો

જેમાં કરીના કપૂર ખાન શુક્રવારેતેના પતિ સૈફ અલી ખાન અને બંને બાળકો તૈમુર-જેહ સાથે જામનગર પહોંચી હતી. ખાન પરિવારમાં ઇબ્રાહિમ અલી ખાન, સારા અલી ખાન અને કરિશ્મા કપૂર પણ જોડાયા હતા. કરિના એથનિક લુકમાં અદભૂત લાગી રહી હતી. રણબીર કપૂર , આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, નીતુ કપૂર, રાની મુખર્જી, મનીષ મલ્હોત્રા, શાહરૂખ ખાન, ગૌરી ખાન, સુહાના ખાન, સલમાન ખાન સહિતના ઘણા સ્ટાર્સ જામનગર પહોંચ્યા હતા. રાધિકા અને અનંતના લગ્નમાં રોક લગાવવા આવેલી પોપ સ્ટાર રીહાન્ના પણ સામાનની ટ્રક લઈને જામનગર ગઈ હતી.

A 3 જામનગરમાં કેમ યોજાઈ રહી છે અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની, અનંતે આપ્યો ખુલાસો, સેરેમનીમાં જામ્યો મહેમાનોનો જમાવડો A 4 જામનગરમાં કેમ યોજાઈ રહી છે અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની, અનંતે આપ્યો ખુલાસો, સેરેમનીમાં જામ્યો મહેમાનોનો જમાવડો

અદભૂત કપલ ​​કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ રાધિકા અને અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન માટે જામનગર પહોંચી ગયા છે. આ કપલ જામનગર એરપોર્ટ પર એકબીજા સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. કિયારા કો-ઓર્ડ સેટમાં ફેશન ગોલ આપી રહી હતી. પીળા ટી-શર્ટ અને સફેદ પેન્ટમાં સિદ્ધાર્થ સુંદર લાગતો હતો. અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું નામ લાંબા સમયથી રાહુલ મોદી સાથે જોડાયેલું છે. શ્રધ્ધા રાહુલ સાથે પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા પંહોચી હતી.

     A 8 જામનગરમાં કેમ યોજાઈ રહી છે અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની, અનંતે આપ્યો ખુલાસો, સેરેમનીમાં જામ્યો મહેમાનોનો જમાવડો A 5 જામનગરમાં કેમ યોજાઈ રહી છે અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની, અનંતે આપ્યો ખુલાસો, સેરેમનીમાં જામ્યો મહેમાનોનો જમાવડો

અજય દેવગન તેની દીકરી નીસા દેવગન સાથે અને સુનીલ શેટ્ટી પણ તેની પત્ની અને પુત્ર અહાન શેટ્ટી સાથે રાધિકા અને અનંતના લગ્નની ઉજવણી માટે જામનગર પહોંચ્યા છે. બોલીવુડ સ્ટાર્સ અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર સહિત ક્રિકેટર સચિન તેંડુલકર, રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની, ક્રિકેટર ડીજે બ્રાવો, ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પ, હરભજન સિંહની પત્ની ગીતા બસરા, સાઇના નહવાલ સહિત ઘણા સ્પોર્ટ સ્ટાર્સ આજે પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા જામનગર પહોંચી ગયા છે. અંબાણી પરિવારના ઈવેન્ટમાં ભાગ લેવા માટે માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં પરંતુ સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને તેમની પત્ની ઉપાસના કામિનેની પણ પહોંચ્યા હતા. આ સ્ટાર્સ ઉપરાંત અક્ષય કુમાર અને જોન અબ્રાહમ આ ઈવેન્ટનો ભાગ બનવા માટે એકલા જ જામનગર પહોંચ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM Rishi Sunak/બ્રિટિશ PM ઋષિ સુનકની મોટી જાહેરાત, દેખાવકારો પર કડકાઈના આદેશ, જાણો કારણ

આ પણ વાંચો:India and Japan in Pokhran/‘ધર્મ ગાર્ડિયન’માં ભારત અને જાપાનની મિત્રતા દેખાય છે, બંને દેશોની સેનાઓ સૈન્ય અભ્યાસ કરી રહી છે

આ પણ વાંચો:Spring Arrived Early in World/વિશ્વમાં વસંત વહેલું આવી ગયું છે, યુરોપમાં બરફ ઓછો થઈ ગયો છે, જાપાન અને મેક્સિકોમાં ફૂલો પહેલેથી જ ખીલી ઉઠયા