Banaskantha News/ ધાનેરામાં ઓરીનો ભરડો! 9 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય કમિશનર એક્શનમાં..

બનાસકાંઠાના ધાનેરામાં ઓરી (Measles)ના 9 પોઝિટિવ કેસ નોંધાતા ગાંધીનગરથી આરોગ્ય કમિશનર દોડી આવ્યા છે. Measles Outbreak in Dhanera ને અટકાવવા યુદ્ધના ધોરણે રસીકરણ શરૂ.

Gujarat Others Trending
Measles

Measles Outbreak in Dhanera: બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ઓરી (Measles) એ માથું ઊંચકતા આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. ડિસેમ્બર મહિનામાં લેવાયેલા સેમ્પલ્સના રિપોર્ટ આવતા જ તંત્રની ઊંઘ ઊડી ગઈ છે, જેમાં 34 શંકાસ્પદ કેસોમાંથી 9 પોઝિટિવ કેસની પુષ્ટિ થઈ છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા ગાંધીનગરથી આરોગ્ય કમિશનર તાકીદે ધાનેરા પહોંચ્યા છે.

ગાંધીનગરથી કમિશનરનું સીધું નિરીક્ષણ

Measles Outbreakની સ્થિતિની સમીક્ષા કરવા માટે આરોગ્ય કમિશનરે જિલ્લા આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર સાથે હાઈ-લેવલ બેઠક યોજી હતી. તેમણે પોતે સ્થિતિની ગંભીરતા માપી છે અને રોગચાળાને વધુ ફેલાતો અટકાવવા માટે સ્થાનિક વહીવટી તંત્રને કડક સૂચનાઓ આપી છે. આ બીમારી બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે.

Measles

યુદ્ધના ધોરણે રસીકરણ અને ડોર-ટુ-ડોર સર્વે

ઓરી (Measles)ના સંક્રમણને કાબૂમાં લેવા માટે આરોગ્ય કમિશનરે સમગ્ર તાલુકામાં યુદ્ધના ધોરણે રસીકરણ કરવાના આદેશ આપ્યા છે. ખાસ કરીને જે ગામોમાં પોઝિટિવ કેસ મળી આવ્યા છે, ત્યાં આરોગ્યની વિશેષ ટીમો દ્વારા ‘ડોર-ટુ-ડોર’ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગનું લક્ષ્ય છે કે ધાનેરાનું એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે.

વાલીઓને જાગૃત રહેવા અપીલ

આરોગ્ય કમિશનરે મીટિંગ દરમિયાન જણાવ્યું હતું કે, ઓરી એક ચેપી રોગ છે અને તે બાળકોમાં ઝડપથી ફેલાય છે. આથી વાલીઓએ પણ જાગૃત રહીને પોતાના બાળકોને સમયસર રસી અપાવવી જોઈએ. જો બાળકના શરીર પર લાલ ચકામાં, તાવ કે શરદી જેવા લક્ષણો દેખાય તો તરત જ નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.

Measles

ઓરી (Measles)થી બચવા માટે શું કરવું?

રસીકરણ સૌથી મોટું હથિયાર: તમારા બાળકને ઓરી-રૂબેલા (MR) ની રસી સમયસર અપાવો. જો કોઈ ડોઝ બાકી હોય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.

લક્ષણો પર નજર રાખો: જો બાળકને તીવ્ર તાવ, આંખો લાલ થવી, ખાંસી કે શરીર પર લાલ ચકામા દેખાય, તો તેને સામાન્ય ગણીને અવગણશો નહીં.

બાળકને આઈસોલેટ કરો: જો કોઈ બાળકમાં ઓરીના લક્ષણો જણાય, તો તેને અન્ય બાળકોથી અલગ રાખવું જોઈએ, કારણ કે આ એક ચેપી રોગ છે.

સ્વચ્છતા જાળવો: બાળકની આસપાસ સફાઈ રાખો અને તેમને પૌષ્ટિક આહાર તેમજ પૂરતા પ્રમાણમાં પ્રવાહી (Liquid) આપો.

ડોક્ટરની સલાહ: ઘરેલુ ઉપચાર કરવાને બદલે તાત્કાલિક સરકારી હોસ્પિટલ કે માન્ય ડોક્ટરની સલાહ મુજબ સારવાર શરૂ કરો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બનાસકાંઠા: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં ચૂંટણી

આ પણ વાંચો:અમારો શિક્ષક પાછો આપો, બનાસકાંઠાની બે શાળાને તાળાબંધી

આ પણ વાંચો:બનાસકાંઠામાં સામાજિક બાબતને લઈ 40થી 50ના ટોળાએ કર્યો હીંચકારો હુમલો