Entertainment News/ પુરુષોને સ્ટ્રોન્ગ મહિલાઓ પસંદ નથી…નીના ગુપ્તાએ જણાવ્યું કે 95 ટકા મર્દને પસંદ છે લાચાર સ્ત્રીઓ..!!

Neena Gupta (નીના ગુપ્તા)નું કહેવું છે કે, “સમાજ આજે પણ પોતાની શરતોથી જીવનારી મહિલાઓને સહજતાથી સ્વીકારી નથી શકતો!”

Trending Entertainment
Neena Gupta,નીના ગુપ્તા, બોલીવુડ, પુરુષો, સ્ટ્રોન્ગ મહિલાઓ

Entertainment News: બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તા (Bollywood Actress Neena Gupta) હંમેશા એના બેબાક અને બોલ્ડ બયાનો માટે સુર્ખીઓમાં રહી છે! નીના સદાય પોતાની વિચારધારાથી જૂની રુઢ માન્યતાઓ (Rigid Beliefs)ને પડકારતી રહી છે અને એનું અંગત જીવન હંમેશા ચર્ચાસ્પદ રહ્યું છે!

Neena Gupta,નીના ગુપ્તા, બોલીવુડ, પુરુષો, સ્ટ્રોન્ગ મહિલાઓ

અભિનેત્રી નીના ગુપ્તા લગ્ન વિના માતા બની હતી

વર્ષ 1980ના દાયકાના અંતે નીના (Neena Gupta)એ લગ્ન (Marriage) કર્યા વિના જ માતા બનવાનો નિર્ણય લઇને ખળભળાટ મચાવી દીધો હતો! નીના ગુપ્તાનો આ નિર્ણય વિશે આજે પણ ચર્ચાઓ શમી નથી! એના એક્સ બોયફ્રેન્ડ ફેમસ વેસ્ટ ઇન્ડિયન ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ (Ex Boyfriend Vivian Richards) સાથેના પ્રણય સંબંધ (Love Relationship)ના પરિણામરુપે તેને મસાબા નામની પુત્રી (Daughter Masaba) જન્મી હતી જેને એણે એકલા હાથે જ ઉછેરી છે!

આટલા બધા વર્ષો પછી પણ આ બાબતને વારંવાર ઉખેળવામાં આવે છે આથી જ નીનાનું કહેવું છે કે, “સમાજ આજે પણ પોતાની શરતોથી જીવનારી મહિલાઓને સહજતાથી સ્વીકારી નથી શકતો!”

Neena Gupta,નીના ગુપ્તા, બોલીવુડ, પુરુષો, સ્ટ્રોન્ગ મહિલાઓ

બોલીવુડ અભિનેત્રી નીના ગુપ્તા (Neena Gupta)નું સ્ત્રી-પુરુષ વિશેનું મંતવ્ય

તાજેતરમાં મીડિયા (Media) સાથેની વાતચીત દરમિયાન, નીના ગુપ્તા (Neena Gupta)એ લગ્ન અને સ્ત્રી-પુરુષ (Men-Women) વિશેની પોતાની વિચારધારા અંગે ખૂલીને પોતાનું મંતવ્ય જણાવ્યું છે. આ પ્રતિભાશાળી અભિનેત્રીનું માનવું છે કે, પરંપરાગત પુરુષ પ્રધાન સમાજમાં મજબૂત અને આત્મનિર્ભર મહિલાઓને મોટા ભાગે લગ્ન માટે યોગ્ય માનવામાં નથી આવતી! એમણે એમ પણ કહ્યું કે, મોટાભાગના પુરુષો એવી સ્ત્રીઓને પસંદ નથી કરતા કે જેની પોતાની આગવી વિચારસરણી હોય અને કામ પ્રત્યે ગંભીર હોય તથા કેરિયર (Career) પ્રત્યે સમર્પિત હોય!

આ સાથે એણે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આ બાબત એ બધા પર લાગુ નથી કરી રહી પરંતુ, પોતાના અનુભવો અને સમાજમાં જે જોયું છે એના આધારે કહી રહી છે.

Neena Gupta,નીના ગુપ્તા, બોલીવુડ, પુરુષો, સ્ટ્રોન્ગ મહિલાઓ

યુવાવસ્થામાં સગાઇ થઇ ચૂકી હતી

આ વાતચીત દરમિયાન, નીના ગુપ્તા (Neena Gupta)એ પોતાના જીવનનો એક દર્દનાક કિસ્સો પણ શૅર કર્યો હતો. એણે જણાવ્યું હતું કે, એક વાર એની સગાઈ (Engagement) થઇ હતી પણ લગ્ન થવાની અણીએ હતા ત્યારે જ એ વ્યક્તિએ સંબંધ તોડી નાખ્યો!! એ સમયે પોતે લગ્ન તથા પરિવાર માટે પૂર્ણ રીતે તૈયાર હતી પણ અચાનક એને ફોન આવ્યો કે, આ લગ્ન નહિં થાય! લગ્ન તોડવાનું કારણ પણ એને ક્યારેય સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું ન હતું. આશરે છ મહિના પછી જ્યારે એ વ્યક્તિ ફરીથી લગ્નનો પ્રસ્તાવ લઇને આવ્યો ત્યારે નીનાએ એને ધરાર ઠુકરાવી દીધો હતો!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધુરંધર’ ફિલ્મે તોડ્યો RRR નો મહારેકોર્ડ, કમાણીનો આંકડો જાણીને સાઉથ ઈન્ડસ્ટ્રી પણ ચોંકી ગઈ

આ પણ વાંચો: 2026ની શરૂઆતમાં જ બોક્સ ઓફિસ પર થશે મહાસંગ્રામ! પ્રભાસ, વિજય અને સની દેઓલ વચ્ચે જામશે જબરદસ્ત ટક્કર

આ પણ વાંચો: રણવીર સિંહના ‘વાવાઝોડા’ સામે અગસ્ત્ય નંદા અડીખમ: ડેબ્યુ ફિલ્મ ’21’ એ 4 દિવસમાં કરી અધધ કમાણી, ધર્મેન્દ્રને જોઈ દર્શકો થયા ભાવુક