supremecourt/ CAA વિરુદ્ધની અરજીઓ પર આજે કેન્દ્રસરકાર સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કરશે, આગામી સુનાવણી 9 એપ્રિલે થશે, શા માટે થઈ રહ્યો છે વિરોધ

નાગરિકતા સંશોધન કાયદા (CAA) પર કેન્દ્ર સરકાર આજે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરશે. 19 માર્ચે સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને 3 અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.

Top Stories India Breaking News
Beginners guide to 2024 04 02T105957.063 CAA વિરુદ્ધની અરજીઓ પર આજે કેન્દ્રસરકાર સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કરશે, આગામી સુનાવણી 9 એપ્રિલે થશે, શા માટે થઈ રહ્યો છે વિરોધ

નાગરિકતા સંશોધન કાયદા (CAA) પર કેન્દ્ર સરકાર આજે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરશે. 19 માર્ચે સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને 3 અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું હતું કે, અમે કેન્દ્ર સરકારને સ્ટેનો જવાબ આપવા માટે 2 એપ્રિલ સુધીનો સમય આપીએ છીએ. અરજદારો 8મી એપ્રિલ સુધી તેના પર પોતાનો અભિપ્રાય રજૂ કરી શકે છે. આ રીતે અમે આગામી સુનાવણી 9 એપ્રિલે કરીશું. નોંધનીય છે કે CAA વિરુદ્ધ 237 અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ પૈકી 20 અરજીઓમાં કાયદા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. તેમાં CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ છે. CAA વિરુદ્ધ 237 અરજીઓ દાખલ કરવામાં આવી છે. આમાંથી 20 અરજીઓમાં આ કાયદા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.

કેન્દ્રએ 11 માર્ચે CAA લાગુ કરવાની સૂચના જારી કરી હતી. આ સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના શરણાર્થીઓને નાગરિકતા મળશે. ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, આસામ કોંગ્રેસના નેતા દેબબ્રત સૈકિયા, આસામ જ્ઞાતિબાદી યુવા છાત્ર પરિષદ, ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા દ્વારા આની સામે અરજી દાખલ કરવામાં આવી છે.

CAA હેઠળ નાગરિકતા શા માટે જરૂરી?
સરકારે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરી છે. અરજદારોએ તે વર્ષ જણાવવું આવશ્યક છે કે જેમાં તેઓ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. તેઓએ સાબિત કરવું પડશે કે તેઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અથવા બાંગ્લાદેશના રહેવાસી છે. આ માટે, તમારે તમારો પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર, માર્કશીટ અથવા સ્થાનિક સરકાર દ્વારા જારી કરાયેલ કોઈપણ ઓળખ પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.

સમિતિ લેશે નિર્ણય
CAA વિરુદ્ધ કરવામાં આવેલ અરજીઓ પર એક સમિતિ નિર્ણય લેશે. આ સમિતિમાં વસ્તીગણતરી નિયામક, IB, વિદેશી પ્રાદેશિક નોંધણી કચેરી, પોસ્ટ ઓફિસ અને રાજ્ય માહિતી અધિકારીનો સમાવેશ થશે. પ્રથમ અરજી જિલ્લા સમિતિમાં જશે. ત્યારબાદ તેને એમ્પાવર્ડ કમિટીને મોકલવામાં આવશે. જાન્યુઆરી 2019 માં, સંયુક્ત સંસદીય સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર 2014 સુધી, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના 31,313 બિન-મુસ્લિમોએ ભારતમાં આશ્રય લીધો હતો. એટલે કે આ કાયદા દ્વારા 31,313 લોકો નાગરિકતા મેળવવા માટે પાત્ર બનશે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશથી આવેલા માતુઆ સમુદાયના હિંદુ શરણાર્થીઓ પણ નાગરિકતા માટે લાયક બનશે. તેમની વસ્તી 3-4 કરોડ હોવાનું કહેવાય છે. પશ્ચિમ બંગાળની 10 લોકસભા સીટો પર તેમનો પ્રભાવ છે.

CAA નો વિરોધ કોણ કરે છે અને શા માટે?
CAA 2019 માં પસાર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેનો વિરોધ શરૂ થયો હતો. જામિયા મિલિયા ઇસ્લામિયાથી શાહીન બાગ, લખનૌથી આસામ સુધી હિંસક વિરોધ પ્રદર્શનમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિરોધ કરનારાઓમાં બે પ્રકારના લોકો હતા પ્રથમ આસામ સહિત દેશના ઉત્તર-પૂર્વીય રાજ્યોના લોકો હતા. જેમાંના મોટાભાગના લોકોને ડર છે કે આ કાયદાના અમલ પછી તેમના વિસ્તારમાં સ્થળાંતર કરનારાઓની સંખ્યામાં વધારો થશે. જેના કારણે પૂર્વોત્તર રાજ્યોની સંસ્કૃતિ અને ભાષાકીય વિવિધતાને નુકસાન થશે. જ્યારે બીજા લોકો એટલા માટે CAAનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમાં મુસ્લિમ શરણાર્થીઓને સામેલ કરવામાં આવ્યા નથી. આ કાયદામાં ત્રણેય દેશોમાંથી આવતા તમામ છ ધર્મના શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ મુસ્લિમ ધર્મના લોકોને તેનાથી દૂર રાખવામાં આવ્યા છે.

CAAમાં મુસ્લિમોને શા માટે સામેલ ન કરાયા?
ભાજપે કહ્યું કે કેન્દ્ર સરકાર CAA દ્વારા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના પ્રભાવિત લઘુમતી સમુદાયોને રાહત આપવા માંગે છે. આ દેશોમાં મુસ્લિમ સમુદાય લઘુમતી નથી, પરંતુ બહુમતી છે. અને આ જ કારણ છે કે તેને CAAમાં સામેલ કરવામાં આવ્યો નથી. CAAને લઈને વિપક્ષનો આરોપ છે કે આમાં ખાસ કરીને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો છે. તેમની દલીલ છે કે આ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે જે સમાનતાના અધિકારની વાત કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..

આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો

આ પણ વાંચો:મને કોઈ દિલ્હીનું કોઈ તેડું નથીઃ રૂપાલા