Not Set/ બ્રિટિશ સાંસદ દુબઇથી સીધા આવ્યા દિલ્હી, ઇ-વિઝા કેન્સલ કરી દેવાતા ન આપવામાં આવ્યો ભારતમાં પ્રવેશ

ગૃહ મંત્રાલયના સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે દુબઇથી સવારે 9 વાગ્યે અમીરાતની ફ્લાઇટમાં દિલ્હીનાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક પહોંચેલા બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમને એરપોર્ટ પર જ અટકાવી દેવામાં આવ્યા હતા. દુબઇથી સીધા જ દિલ્હી આવેલા બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમને ભારતમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હોતો. ભારતનાં વ્યવસ્થાતંત્ર દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, બ્રિટિશ સાંસદ […]

Top Stories India
british mp બ્રિટિશ સાંસદ દુબઇથી સીધા આવ્યા દિલ્હી, ઇ-વિઝા કેન્સલ કરી દેવાતા ન આપવામાં આવ્યો ભારતમાં પ્રવેશ

ગૃહ મંત્રાલયના સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે દુબઇથી સવારે 9 વાગ્યે અમીરાતની ફ્લાઇટમાં દિલ્હીનાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક પહોંચેલા બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમને એરપોર્ટ પર જ અટકાવી દેવામાં આવ્યા હતા. દુબઇથી સીધા જ દિલ્હી આવેલા બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમને ભારતમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હોતો. ભારતનાં વ્યવસ્થાતંત્ર દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમને તેમનાં ઇ-વિઝા રદ કરવામાં આવ્યો હોવાથી આજે દિલ્હીમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી ન હતી. ઇ-વિઝા રદ કરવામાં આવ્યો હોવાની જાણ તેણીને સમયસર અને નિયત પ્રક્રિયા સાથે કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમ દ્વારા ભારત સરકારનાં કલમ – 370 રદ્દ કરવાનાં નિર્યણની ઉગ્ર ટીકા કરવામાં આવી હતી. જો કે આ મામલે બ્રિટીશ હાઈ કમિશનના પ્રવક્તા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમ્સને ભારત પ્રવેશ કેમ નકારાયો તે સમજવા માટે અમે ભારતીય અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ. અમે તેણીને નવી દિલ્હી એરપોર્ટ ખાતેની કોન્સ્યુલર સહાય પૂરી પાડી હતી.

આપને જણાવી દઇએ કે, ભારતને બ્રિટન સાથે સુમેળભર્યા રાજદ્વારી સબંધો છે અને કદાચ આ પહેલીવાર છે કો, કોઇ બ્રિટિશ સાંસદનાં ઇ-વિઝા રદ કરવામાં આવ્યા હોય જ્યારે તે બીજા દેશથી સીધા જ ભારતનાં પ્રવાસે આવી રહ્યા હોય, જો કે ભારતનાં વિદેશ મંત્રાલય દ્વારા બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમનાં ઇ-વિઝા કેમ કેન્સલ કરી નાખવામાં આવ્યા તેની કોઇ સ્પષ્ટતા સામે આવી નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.