Not Set/ શારદા સ્કેમમાં સીબીઆઈ કોલકાતાના કમિશનરની આજે કરશે પૂછપરછ

કોલકાતા, વેસ્ટ બગાળમાં શારદા ચિટ ફન્ડ ગોટાળા મામલે આજે સીબીઆઈ કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ કરશે.કોલકતા ચિટ ફન્ડ સ્કેમ મામલે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઈ મેઘાલયની રાજધાની શિલોગમાં રાજીવ કુમારની પૂછપરછ કરશે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે સીબીઆઈ રાજીવ કુમારની ધરપકડ નહિ કરી શકે.મમતા બેનરજીએ શારદા ચિટ ફન્ડ ગોટાળાની તપાસ માટે રાજીવ કુમારના નેજા હેઠળ […]

Top Stories India
opp 4 શારદા સ્કેમમાં સીબીઆઈ કોલકાતાના કમિશનરની આજે કરશે પૂછપરછ
કોલકાતા,
વેસ્ટ બગાળમાં શારદા ચિટ ફન્ડ ગોટાળા મામલે આજે સીબીઆઈ કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ કરશે.કોલકતા ચિટ ફન્ડ સ્કેમ મામલે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઈ મેઘાલયની રાજધાની શિલોગમાં રાજીવ કુમારની પૂછપરછ કરશે.
સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે સીબીઆઈ રાજીવ કુમારની ધરપકડ નહિ કરી શકે.મમતા બેનરજીએ શારદા ચિટ ફન્ડ ગોટાળાની તપાસ માટે રાજીવ કુમારના નેજા હેઠળ સીટ બનાવી હતી.એ પછી સુપ્રીમ કોર્ટના કહેવાથી આ કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ હતી.
સીબીઆઈની તપાસમાં એવું સામે આવ્યું હતું કે રાજીવ કુમારના કહેવાથી સીટએ કેટલાક મહત્વના પુરાવાનો નાશ કર્યો હતો.સીબીઆઈએ એવો પણ આરોપ મૂક્યો હતો કે તેમણે આરોપીઓને બચાવવા પુરાવાનો નાશ કર્યો છે.
ગત અઠવાડિએ સીબીઆઇની એક ટીમ કોલકાતામાં રાજીવ કુમારના નિવાસ સ્થાને પહોંચી હતી.જો કે એ પહેલાં કોલકાતા પોલીસે સીબીઆઈના કેટલાક અધિકારીઓની અટકાયત કરતા મામલો એવો ગરમાયો હતો કે વેસ્ટ બંગાળના સીએમ મમતા બેનરજીએ રાજીવ કુમારને બચાવવા ધરણાં પર બેઠાં હતાં અને દેશમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.
જો કે એ પછી સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા કોર્ટે રાજીવ કુમારની પુછપરછના આદેશ આપ્યા હતા.